સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું કેમ છે અમૃત સમાન? જાણો આ 7 અદભુત ફાયદા

ગરમ પાણી પીવાના અસરકારક ફાયદા
benefits of drinking hot water 

આજે આપણે ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક પીણાં પર ઘણા પૈસા ખર્ચીએ છીએ, પરંતુ કુદરતે આપણને સૌથી સસ્તું અને શ્રેષ્ઠ પીણું - 'ગરમ પાણી' આપ્યું છે. આયુર્વેદ પણ ગરમ પાણી પીવાના અસંખ્ય ફાયદાઓ બતાવે છે. તો ચાલો આજે આપણે 'હેલ્થ મંત્ર ડેઇલી' બ્લોગમાં જાણીશું અમૃત સમાન ગરમ પાણી પીવાના ફાયદા વિશે.

ચાલો જાણીએ ગરમ પાણી પીવાના મુખ્ય ફાયદા:

૧. પાચન સુધારે છે:

ગરમ પાણી પીવાથી ખોરાકનું પાચન ઝડપી થાય છે. તે પેટ અને આંતરડાને સાફ કરે છે, જેનાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે પાચન શક્તિ મજબૂત થાય ત્યારે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને જરૂરી ઉર્જા મળી રહે છે.પાચન સુધરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે, જેની સીધી અસર આપણા શરીર પર જોવા મળે છે.

૨. વજન ઘટાડવા માટે રામબાણ ઉપાય:

જો તમે વજન વધવાની ચિંતામાં છો, તો ગરમ પાણી તમારા માટે રામબાણ ઈલાજ છે. દરરોજ સવારે હુંફાળા ગરમ પાણીમાં થોડું લીંબુ અને મધ પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી જલ્દીથી ઓગળે છે. જમવાના ૨૫ થી ૩૦ મિનિટ પહેલાં એક ગ્લાસ હળવું ગરમ પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે. જેના કારણે વધારાનો ખોરાક કે કેલરી લેવાતી નથી અને ઓવરઈટિંગ અટકે છે.

​૩. શરીરનું ડિટોક્સિફિકેશન:

ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે, જેના કારણે પરસેવો થાય છે. આ પ્રક્રિયા દ્વારા શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે. પરસેવા વધારે વળવાથી  ત્વચાના છિદ્રોમાં જમા થયેલી ગંદકી અને ટોક્સિન્સ  બહાર નીકળી જાય છે.

૪. ત્વચા અને વાળ માટે ફાયદાકારક:

જ્યારે શરીર અંદરથી સ્વચ્છ હોય છે, ત્યારે તેની અસર ચહેરા પર દેખાય છે. ગરમ પાણી પીવાથી ખીલની સમસ્યા ઓછી થાય છે અને ત્વચામાં કુદરતી ચમક આવે છે. આ સાથે, તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને રેશમી બનાવે છે.

૫. શરદી અને ખાંસીથી રાહત:

બદલાતી ઋતુઓમાં ગળામાં ચેપ અથવા કફ સામાન્ય સમસ્યા છે. ગરમ પાણી પીવાથી ગળામાં સોજો ઓછો થાય છે અને છાતીમાં ફસાયેલા કફને સરળતાથી બહાર કાઢવામાં મદદ મળે છે.ગરમ પાણી પીતી વખતે પાણીની વરાળ શ્વાસમાં જાય છે. અને બંધ નાકની સમસ્યામાંથી તુરંત રાહત મળે છે.

૬. રક્ત પરિભ્રમણ સુધારે છે:

ગરમ પાણી પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.સારૂ રક્ત પરિભ્રમણ શરીરના સ્નાયુઓ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે, જેનાથી સ્નાયુઓનો દુખાવામાં ઘણી રાહત મળે છે. અને થાક ઓછો લાગે છે.

૭. કબજિયાતથી રાહત:

દરરોજ સવારે ખાલી પેટે ૧ થી ૨ ગ્લાસ નવશેકું પાણી પીવાથી આંતરડાની ગતિ સુધરે છે. અને ક્રોનિક કબજિયાતમાંથી કાયમી રાહત મળે છે. ગરમ પાણી પીવાથી આંતરડાં સક્રિય થાય છે અને સંકોચન-વિસ્તરણ ઝડપી બને છે. જેના કારણે ખોરાક પાચનમાર્ગમાં આગળ વધે છે અને સવારે પેટ સરળતાથી સાફ થાય છે.

 • પાણી પીતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

 ૧. પાણી હંમેશા બેસીને શાંતિથી પીવું જોઈએ. ઉભા રહીને પાણી પીવાથી ઘુટણનો દુખાવો થવાની શક્યતા વધી જાય છે. વધારે પડતું ઠંડુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઈએ.

  ૨. જમીને તરત વધુ પડતું પાણી પીવાથી પાચનશક્તિ ધીમી પડી જાય છે . તેનાથી ગેસ અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી જમીને ૪૫ મિનિટ પછી પાણી પીવું જોઈએ.

  ૩. જો તમે ગરમ પાણી પીતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું ,કે પાણી વધુ પડતું ગરમ ન હોય.વધારે પડતું ગરમ પાણી પીવાથી જે ગળાની નળી અને પેટના અંદરના સ્તરને નુકસાન થઈ શકે છે. હંમેશા નવસેકુ જ પાણી પીવું જોઈએ.

 Disclaimer : જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે તબીબી સારવાર ચાલતી હોય, તો નિષ્ણાતની સલાહ વિના અહીં આપેલી માહિતીનો પ્રયોગ કરવો નહીં.


ટિપ્પણીઓ