તાંબાના વાસણમાં પાણી પીતા પહેલા આટલું જરૂર વાંચજો, નહીં તો ફાયદાને બદલે નુકસાન થશે!

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા

આજે આપણે વાત કરીશું તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાની. આપણા  વડીલો સદીઓથી સવારે નરણા કોઠે તાંબાનું પાણી પીવાની સલાહ આપતા હતા. આયુર્વેદમાં આ રીતને 'ઉષઃપાન' કહે છે. આજે આપણે હેલ્થ મંત્ર ડેઇલી બ્લોગમાં  જાણીશું કે તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરને કયા-કયા પ્રકારના ફાયદા થાય છે અને તેને પીવાની સાચી રીત કઈ છે. આજની આ પોસ્ટમાં એમેઝોનની લિંક્સ છે, તેનાથી ખરીદી કરવા પર મને નાનું કમિશન એવું મળી શકે છે.

૧. કુદરતી રીતે શુદ્ધ પાણી (Oligodynamic Effect)

              તાંબા  એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે. જ્યારે પાણી તાંબાના સંપર્કમાં ૮ કલાકથી વધુ રહે છે, ત્યારે તાંબું પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા (જેમ કે E.coli અને સાલ્મોનેલા) નો નાશ કરે છે. આ પ્રક્રિયાને વિજ્ઞાન Oligodynamic effect કહે છે.સવારે ઉઠતાની સાથે, દાંતણ કે બ્રશ કર્યા વગર જ તામ્રજળ પીવાથી સૌથી વધુ ફાયદા મળે છે. રાત્રિ દરમિયાન મોંમાં ભેગી થયેલી ગુણકારી લાળ પેટમાં જવાથી પાચનશક્તિ મજબૂત બને છે.

​૨. પાચનતંત્રમાં સુધારો

            ​જો તમને ગેસ, એસિડિટી કે કબજિયાતની સમસ્યા હોય, તો તાંબાનું પાણી રામબાણ ઈલાજ છે.આંતરડાના સોજા ઘટાડે છે અને પાચન માર્ગને સાફ રાખે છે.​તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે.તાંબામાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ ગુણો પેટ અને આંતરડાંમાં રહેલા ખરાબ બેક્ટેરિયા તથા ઈન્ફેક્શનને દૂર કરીને પાચનમાર્ગને સ્વચ્છ અને સારો રાખે છે.

૩. વજન ઘટાડવામાં મદદરૂપ

              ​શું તમે વજન ઘટાડવા માંગો છો? તાંબું શરીરમાં રહેલી વધારાની ચરબી (Fat) ને તોડવાનું કામ કરે છે. ​ જેનાથી શરીર કુદરતી રીતે વજન ઉતારી શકે છે.જો તમે પણ કોઈ પણ પ્રકારની કડક ડાયેટિંગ કે ભૂખ્યા રહ્યા વગર ફિટ થવા માંગતા હોવ, તો અમારો આ ખાસ આર્ટિકલ "જો તમે પણ કોઈ પણ પ્રકારના ડાયેટિંગ કે ભૂખ્યા રહ્યા વગર ફિટ થવા માંગતા હોવ, તો અમારો આ ખાસ આર્ટિકલ [ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવાની  સાચી રીતો] ચોક્કસ વાંચો." 

​૪. સાંધાના દુખાવા અને ગઠિયા (Arthritis) માં રાહત

              તાંબામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી (Anti-inflammatory) ગુણ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવે છે.સાંધાવા ના કારણે  ગોઠણ, કમર, હાથ-પગના સાંધા અને આંગળીઓમાં અસહ્ય દુખાવામાં રાહત આપે છે.તાંબુ શરીરમાં કોલેજન ઉત્પન્ન થવામાં મદદ કરે છે. કોલેજન સાંધાઓના જોડાણ અને ફ્લેક્સિબિલિટી  માટે ખૂબ જરૂરી હોય છે. આનાથી સાંધાની ગતિશીલતા સુધરે છે. અને દુખાવા ઓછા થાય છે.

.૫. મગજની કાર્યક્ષમતામાં વધારો

આપણા મગજમાં સંદેશાઓ પહોંચાડવાનું કામ ન્યુરોટ્રાન્સમીટર કરે છે. તાંબું મગજમાં માહિતીના વહનને ઝડપી બનાવે છે, તામ્રજળ પીવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. મગજના કોષો ઓક્સિડેટીવ સ્ટ્રેસ  પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તાંબાના જળમાં રહેલા એન્ટી-ઑક્સિડન્ટ ગુણો ફ્રી રેડિકલ્સ સામે લડીને મગજના કોષોને થતું નુકસાન અટકાવે છે અને મગજની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે.

તાંબાના જગમાં પાણી પીવાના ફાયદા
એમેઝોન પરથી તાંબાના જગ ખરીદવા માટે અહીં ક્લિકુ કરો.

    તાંબાનું પાણી પીતી વખતે આટલું ખાસ ધ્યાનમાં રાખવું

     પાણીને ઓછામાં ઓછું ૮ થી ૧૦ કલાક તાંબાના વાસણમાં રાખવું જોઈએ. રાત્રે ભરી રાખેલું પાણી સવારે પીવું શ્રેષ્ઠ છે.તાંબાના વાસણને સીધું જમીન પર રાખવાને બદલે લાકડાના ટેબલ કે સ્ટેન્ડ પર રાખવું જોઈએ, જેથી તેની ઊર્જા જળવાઈ રહે.

  તાંબાના વાસણમાં ક્યારેય ખાટી વસ્તુઓ (લીંબુ, છાશ વગેરે) ન નાખવી, કારણ કે તે તાંબા સાથે પ્રતિક્રિયા (Reaction) કરીને ઝેરી બની શકે છે.તાંબાનું વાસણ અંદરથી કાળું ન પડે તે માટે તેને નિયમિત લીંબુ અને મીઠું અથવા આમલીથી સાફ કરવું જોઈએ.

ખાસ નોંધ: તાંબા ના વાસણમાં ૨૪ થી વધારે સમય રાખેલું પાણી પીવું ના જોઈએ. 

Disclaimer : તમારા રોજિંદા જીવનમાં પણ મોટો ફેરફાર કરતા પહેલાં અથવા સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં હંમેશા તમારા ડૉક્ટર અથવા પ્રમાણિત આરોગ્ય નિષ્ણાંત ની સલાહ જરૂરથી લો.

ટિપ્પણીઓ