મુખ્ય સામગ્રી પર જાઓ
ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માટેના ૭ દેશી ઉપાય.
હવે વજન ઘટાડવા માટે, નથી તો ભૂખ્યા રહેવાનું કે નથી કોઈ મોંઘા ડાયટ પ્લાન ફોલો કરવાની જરૂર. બેઠાડું જીવન, માનસિક તણાવ અને ખોટા ખોરાક ના કારણે કમર અને પેટના ભાગે સતત ચરબી વધતી જ રહે છે. તમને પણ વજન વધવાની સમસ્યા હોય, તો તમે પણ અપનાવો ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવાના ૭ દેશી ઉપાયો.
૧. જીરાવાળા હુંફાળા પાણીથી કરો, સવારની શરૂઆત.
• એક મોટો ગ્લાસ ભરીને પાણી લો. તેમાં એક ચમચી જીરું નાખો આ પાણીને આખી રાત રહેવા દો. સવારે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. પાણી સહેજ હૂંફાળુ હોય ત્યારે તેમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું નાખી ને પીવો.
ફાયદા : જીરાવાળુ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. પાચનશક્તિમાં પણ સુધારો થાય છે. અને આ પાણી પીવાથી વજન પણ એકદમ ઝડપથી ઘટે છે.
૨. ત્રાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો, અને સ્વસ્થ રહો.
• રાત્રે એક ત્રાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા જ આ પાણી પીવો.
ફાયદા : તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ચરબીને તોડી અને ઓગાળવામાં મદદ કરે છે. તાંબાવાળુ પાણી પીવાથી વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
૩. ગ્રીન ટી કે ઉકાળાનો ઉપયોગ કરો.
• એક તપેલીમાં પાણી ગરમ કરો. પછી તે માં આદુનો ટુકડો,લીલી ચા પત્તી,ફુદીનાના પાન અને તુલસીના પાન નાખો. જ્યારે પણ તમને ચા અથવા કોફી પીવાનું મન થાય ત્યારે આ બનાવીને પીવો.
ફાયદા : આ ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.તે શરીરમાં ફેટ જમા થતો રોકે છે. આનાથી વજન વધવાની સમસ્યામાં રાહત મળે છે.
૪. ભોજન કરો શાંતિથી અને ચાવી ચાવીને.
• જ્યારે પણ આપણે બે જમવા બેસીએ છીએ, ત્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. દરેક કોળિયાને ૩૨ વાર ચાવવો જોઈએ. જ્યારે ખોરાક નું પાચન મોઢામાં જ શરૂ થઈ જાય છે. ત્યારે આપણું શરીર એકદમ સ્વસ્થ રહે છે.
ફાયદા : એકદમ ચાવીને જમવાથી આપણું પેટ જલ્દીથી ભરાઈ જાય છે. અને ઓછો લેવાથી કેલરી પણ ઓછી લઈએ છીએ. જેથી વજન વધતું નથી. અને પાચનતંત્ર પણ સારું રહે છે.
૫. બપોરના ભોજનમાં અવશ્ય કરો,છાશ નો ઉપયોગ.
• છાશ વગર ગુજરાતીઓનું ભોજન અધૂરું ગણાય છે. છાશમાં શેકેલો જીરું પાવડર અને સંચળ પાવડર ઉમેરીને છાશ પીવાથી તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે. છાશ હંમેશા મોળી અને તાજી પીવી જોઈએ.
ફાયદા : છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે .ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. છાશ પીવાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. અને વજન ઘટાડવા માટે પણ છાશ ખૂબ જ ઉપયોગી થાય છે.
૬. રાતનું ભોજન કરો વહેલું.
• સૂર્યાસ્ત પછી આપણે પાચનક્રિયા ધીમી પડી જાય છે. તેથી હંમેશા રાતનું ભોજન ૭ થી ૮ વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. રાતના ભોજન માં હળવો ખોરાક લેવો જોઈએ. રાતના ભોજનમાં પીઝા બર્ગર જમવાના બદલે મગદાળની ખીચડી, વેજીટેબલ સૂપ અને ઓટ્સ જેવા હળવા ખોરાક લેવો જોઈએ.
ફાયદા : રાત્રે વહેલા જમવાથી વજન ઝડપથી વધતો નથી. રાત્રે હળવો ખોરાક લેવાથી તે ઝડપથી પચી જાય છે. આને આપણી પાચન શક્તિ પણ સારી રહે છે.
૭. જમ્યા પછી ચાલુ અથવા વજ્રાશનમાં બેસવું.
• ઘણા લોકો જમ્યા પછી તરત જ બેસી રહે છે. અથવા તો સુઈ જાય છે.આમ કરવું આપણી સેહત માટે સારું નથી. જમ્યા પછી તરત સૂઈ જવાથી ચરબી ઝડપથી વધે છે. જમીને તરત વજ્રાશનમાં બેસવું અથવા થોડું ચાલવાની આદત રાખવી જોઈએ.
ફાયદા : જમ્યા પછી ધીમે ધીમે ચાલવાથી પાચનક્રિયા ની ગતિ તેજ બને છે. અને કેલરી પણ બળે છે. જમ્યા પછી ચાલવાથી તનાવ ઓછો થાય છે. અને ઊંઘ પણ સારી આવે છે. જમ્યા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન અંગો તરફ લોહીનો પ્રવાહ વધે છે. ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
Disclaimer : દરેક વ્યક્તિનું શરીર, પાચનતંત્ર અને સ્વાસ્થ્ય અલગ હોય છે. તેથી, અહીં જણાવેલા વજન ઘટાડવાના ઉપાયો, આહાર કે કોઈ પણ નવો નિયમ તમારા રોજિંદા જીવનમાં અપનાવતા પહેલાં તમારા ફેમિલી ડોક્ટર ની સલાહ ચોક્કસ લો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો