એક પગલું સ્વાસ્થ્ય તરફ ! સ્વસ્થ શરીર તંદુરસ્ત જીવન.

 

સ્વસ્થ શરીર તંદુરસ્ત જીવન

  

   "પેહલૂં સુખ તે જાતે નર્યા."આ એક કેહવત નથી પણ તંદુરસ્ત  જીવન નો મુળમંત્ર છે. જો શરીર સ્વસ્થ હશે, નિરોગી હશે તો જ આપણે જીવન નો સાચો આનંદ માણી શકીશુ.દુનિયાના તમામ સુખોમાં સૌથી શ્રેષ્ઠ સુખ એ 'નિરોગી શરીર' છે. તો ચાલો આજે આપણે એક પગલું સ્વસ્થ તરફ રાખીયે અને નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવાની સાચી રીત સમજીએ 'હેલ્થ મંત્રી ડેઇલી' સાથે.

૧. શુભ સવારની શરૂઆત : આખા દિવસનો પાયો.

 •  સવારે સૂર્યોદય પહેલા ઉઠવાની આદત પાડો. સવારની તાજી અને શુદ્ધ હવા ફેફસા અને હૃદય માટે ખૂબ જ અસરકારક હોય છે. વહેલા ઉઠવાથી મન અને મગજ શાંત રહે છે. 

 • સવારે વહેલા ઊઠીને નરણા કોઠે રાત્રે તાંબાના વાસણમાં ભરીને રાખેલું પાણી પીવું. આ પાણી પીવાથી કફ, વાયુ અને પિત્તમાં ઘણી રાહત મળે છે. 

  • તાબ્રજળ પીવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેવા કે પાચન ક્રિયા મજબૂત બને છે, સાંધાના દુખાવામાં રાહત મળે છે. વજન ઉતારવામાં મદદ કરે છે, અને ચહેરા પર કુદરતી ચમક આવે છે.

 ૨. નિયમિત યોગ અને વ્યાયામ.

  • દરરોજ સવારે  ૨૦ થી ૩૦ મિનિટ સુધી કસરત કરવાની આદત પાડો. જો તમે કોઈ ભારે કસરત કરી ના શકતા હોય, તો રોજ સવારે ૩૦ મિનિટ સુધી ઝડપથી ચાલો. આમ કરવાથી આખો દિવસ ફ્રેશ રહેશો.

 • રોજ યોગ કરવાથી મન અને તન બંને સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કાર, અનુલોમ - વિલોમ અને કપાલભાતિ કરવાથી માનસિક શાંતિ મળે છે. અને અનેક પ્રકારની બીમારી દૂર થાય છે.

 • ઓફિસમાં કામ વચ્ચે દર ૧ થી ૨ કલાકે માત્ર ૪ થી ૫ મિનિટ માટે  સ્ટ્રેચિંગ કરી શકાય. સ્ટ્રેચિંગ કરતી વખતે શ્વાસ રોકી રાખવાના બદલે, ઊંડા શ્વાસ લેતા રહેવું.કોઈ પણ પ્રકારના સ્ટ્રેચિંગ કરતા સમયે આંચકો ન મારવો , ધીમેથી અને હળવા હાથે ખેંચાણ આપવું જોઈએ.

 ૩. પૌષ્ટિક આને સંતુલિત આહાર. 

 • તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, અને સલાડનો બને તેટલો વધુ ઉપયોગ કરવો. તેમાંથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ મળી રહે છે.

 • દૈનિક આહારમાં કઠોળ, દાળ, ફણગાવેલા અનાજ  અને ડ્રાયફ્રૂટ્સ બને એટલું સારી માત્રામાં લેવું જોઈએ. ફાઇબરયુક્ત ખોરાકથી પાચનક્રિયા સારી બને છે અને કબજિયાત માંથી છુટકારો મળે છે.

 • બજારમાં મળતા પેક્ડ જ્યુસ, વધારે પડતી ખાંડવાળા ,મેંદા યુક્ત, તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ આપણા શરીર માટે ધીમું ઝેર સમાન છે. આને બદલે ઘરનો બનેલો તાજો અને ગરમ ખોરાક લેવો વધુ હિતાવહ છે.

 ૪. પુરતી અને ગાઢ નિદ્રા.

 • આજના યુગમાં અપુરતી ઊંઘ  એ ઘણી ગંભીર બીમારીઓ જેમ કે હાઇ બ્લડ પ્રેશર, માનસિક રોગ, ડાયાબિટીસ અને વજન વધવા નું મુખ્ય કારણ બની રહી છે.

 • હંમેશા રાત્રે વહેલા સૂઈ અને સવારે વહેલા ઊઠવાની આદત શરીરની નેચરલ બોડી ક્લોક (Biological Clock) ને યોગ્ય રાખે છે, જેના કારણે સવારે ઉઠતાંની સાથે માનસિક તાજગીનો અનુભવ થાય છે.

 •   પુખ્ત વયના વ્યક્તિ માટે રાત્રે ૭ થી ૮ કલાકની ગાઢ અને સારી ઊંઘ ખૂબ જરૂરી છે. નાના બાળકો માટે ૧૦ થી ૧૨ કલાકની ગાઢ ઊંઘ ખુબ જ જરૂરી છે. તેનાથી બાળકોનો વિકાસ સારો થાય છે અને યાદશક્તિ વધે છે.

 ૫. તનાવ અને માનસિક શાંતિ.

 • તનાવમુક્ત રહેવા માટે હંમેશા હકારાત્મક વિચારો રાખો અને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હાસ્ય એ તણાવમુક્ત રહેવાનો સૌથી સરળ રસ્તો છે. જો મન શાંત હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે.

 • હંમેશા ૧૦ થી ૧૫ મિનિટ સુધી ધ્યાન ધરવાથી માનસિક તણાવ ઓછો થાય છે,ચિંતા અને ડિપ્રેશનથી છુટકારો મળે છે અને માનસિક સ્વસ્થતા વધે છે.

 • કાયમ રાત્રે સૂવાના ૧ કલાક પહેલાં સ્માર્ટફોન, ટીવી કે લેપટોપની સ્ક્રીનથી દૂર રહેવાથી માનસિક શાંતિ જળવાય રહે છે. સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ માનસિક તાણ ઉત્પન્ન કરે છે.

 ૬. સ્વસ્થ અને નિરોગી જીવન.

 • રસોડામાં મળી રહે તેવા હળદર, આદુ, જીરું, અજમો અને તુલસી જેવા મસાલાઓ આપણા  દૈનિક જીવનમાં ઇમ્યુનિટી વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.

 • ખોરાકને કાયમ શાંતિથી અને બરાબર ચાવીને ખાવો જોઈએ .જેથી  ખોરાક ઝડપથી પચી જાય. 

 • રાત્રિનું ભોજન હંમેશા સૂર્યાસ્તના થોડા સમય પછી અથવા સૂવાના ઓછામાં ઓછા ૨ કલાક પહેલાં કરી લેવું જોઈએ. કારણ કે રાત્રીના સમયે પાચનક્રિયા ધીમી પડી જાય છે.

 • વર્ષમાં ઓછામાં ઓછું એકવાર આખા શરીરનું રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ, જેથી કોઈ પણ જાતની બીમારી હોય તો સમયસર ઓળખી શકાય. એન ટાઇમસર નિદાન કરાવી શકાય. 

 * આજે જ સંકલ્પ કરો અને સ્વાસ્થ્ય તરફ તમારું "એક પગલું" આગળ વધારો. યાદ રાખો, તમારા શરીરની સંભાળ રાખવી એ તમારી પોતાની પ્રાથમિક જવાબદારી બને છે. તંદુરસ્ત રહો, સકારાત્મક રહો અને જીવનનો આનંદ માણો.


Disclaimer :આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે.આ માહિતી કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ નથી. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લો.




ટિપ્પણીઓ