મુખ્ય સામગ્રી પર જાઓ
શું તમારે પણ લૂ અને ડિહાઈડ્રેશન થી બચવું છે? તો જાણો આ સમર સ્પેશિયલ ડ્રિંક્સ વિશે.
ઉનાળા ની શરૂઆત થતાં ગરમી વધી ગઈ છે. ઉનાળા માં શરીર ને હાઈડ્રેટેડ રાખવું ખુબ જ જરૂરી છે. ઉનાળા માં ખુબ જ પાણી પીવું જોઈએ. દિવસ ના ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ.બહાર જતી વખતે કાયમ પાણી ની શરૂઆત બોટલ સાથે રાખો.તરસ ન લાગી હોય તો પણ દર કલાકે એક ગ્લાસ પાણી પીવાની આદત પાડો.
સમર સ્પેશિયલ ડ્રિંક્સ
લીંબુ પાણી : આ એક એવું પીણું છે જેના તરત જ તાજગી મળે છે.લીંબુ શરબત માં ખાંડ ને બદલે સાકર ઉપયોગ કરીને બનાવેલું લીંબુ શરબત એનર્જી બૂસ્ટર છે. લીંબુ માં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. લીંબુ પાણી થી ગરમીમાં થતા ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મળે છે.અને થાકેલા શરીરને તરત જ ગ્લુકોઝ પૂરું પાડે છે.લીંબુ શરબત માં સેકેલું જીરુ અને સંચળ નાખવા થી શરબત નો સ્વાદ એ ખુબ જ સારો લાગે છે.
મસાલા છાશ : છાશ એ ભારત નું સૌથી લોકપ્રિય પીણું છે. છાશ બનાવતી વખતે તેમાં સંચળ, ધાણાજીરું અને ફુદીનો નાખી ને પીવાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે.છાશ પીવાથી ખોરાક ઝડપથી પચે છે . છાશ ગરમી થી બચાવે છે અને શરીરને અંદર થી ઠંડક આપે છે. પણ ફ્રિજ માં રાખેલી અતિશય ઠંડી છાશ પીવાથી ગળા માં ઇન્ફેક્શન થાય છે.
વરિયાળી શરબત : વરિયાળી શરબત એ ઉનાળામાં સૌથી વધુ ઠંડક આપતું પીણું છે. વરિયાળી ઠંડી પ્રકૃતિ ની હોય છે, જે ઉનાળામાં લૂ અને અતિશય ગરમીથી બચાવે છે.કાચી વરિયાળી ના નિયમિત સેવન થી એસિડિટી, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. વરિયાળી માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે.વરિયાળી લોહીને શુદ્ધ કરીને ત્વચામાં કુદરતી ચમક લાવે છે.સાથે આંખો ની રોશની પણ સારી કરે છે.

નાળીયેર પાણી : નાળીયેરના પાણી માં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે જે પાચનક્રિયાને સરળ બનાવે છે. જો એસિડિટી કે કબજિયાતની સમસ્યા હોય, તો નાળિયેર પાણી પીવાથી પેટમાં શાંતિ મળે છે.નાળીયેર પાણી માં સારા પ્રમાણ માં ખનિજ તત્વો હોય છે. નાળિયેર પાણી એ માત્ર પાણી જ નથી, પણ કુદરતે તૈયાર કરેલું એક "નેચરલ ડ્રિંક" છે.નાળીયેર પાણી માં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.નાળિયેર પાણીમાં કેલરી અને ફેટ ખૂબ જ ઓછા પ્રમાણ હોય છે. તે પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. હંમેશા તાજુ નાળીયેર પાણી જ પીવો, પેકેટ માં આવતા નાળીયેર પાણી માં ખાંડ નું પ્રમાણ વધુ હોય શકે છે.
શરીર ને હાઇડ્રેટ રાખવા આ દેશીપીણાં શ્રેષ્ઠ વિકલ્પ છે "કેમિકલયુક્ત ઠંડા પીણાં છોડી ને પરંપરાગત શરબતો અપનાવીએ અને નિરોગી રહીએ."
સોફ્ટ ડ્રિંક્સ કે બહાર જ્યુસ પીવાને બદલે ઘરે બનાવેલા કુદરતી પીણાં શરીરને અંદરથી ઠંડક અને પોષણ આપે છે. આ દેશી શરબતો માત્ર તરસ જ નથી છિપાવતા, પાચનતંત્રને પણ મજબૂત કરી ને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો