મુખ્ય સામગ્રી પર જાઓ
શું તમે થાયરોઇડ થી છો પરેશાન? તો જાણો તેના લક્ષણો અને ઉપાયો.
થાયરોઇડ એ ગળા ના ભાગ માં આવેલ એક પતંગિયા આકાર ની નાની ગ્રંથિ છે. જે આપણા શરીર માં મેટાબોલિઝમ ને નિયંત્રિત કરે છે
થાયરોઇડ બે પ્રકાર નાં હોય છે.
૧.હાઇપોથાયરોડિઝમ: આમા જ્યારે ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ બનાવી શકતી નથી. અને શરીરની પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે.
૨.હાઈપરથાયરોડિઝમ : આમા જ્યારે ગ્રંથિ જરૂર કરતા વધારે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. અને શરીરની પ્રક્રિયાઓ ઝડપી બની જાય છે.
હવે જાણો થાયરોઇડ થવા ના મુખ્ય કારણો
• રોજિંદા ખોરાકમાં આયોડીન ની કમી ,આયોડીન આ હોર્મોન્સ બનાવવા માટે જરૂરી છે.
• આધુનિક જીવનશૈલી અને માનસિક તણાવ પણ થાયરોઇડ માટે જવાબદાર છે.
• પરિવાર ના કોઈ સભ્ય ને થાયરોઇડ હોય તો તે વારસાગત પણ ઉતરી શકે છે.
• વિટામિન D ની ખામી પણ થાયરોઇડ નુ કારણ બની શકે છે. તેથી દરરોજ ૧૦ થી ૧૫ મિનિટ સૂર્યપ્રકાશ માં બેસવું.
• પ્લાસ્ટિકના વાસણોમાં ગરમ ખોરાક લેવાનું ટાળો, કારણ કે તે હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે.
થાયરોઇડ થી બચવા અને તેને નિયત્રણ માં રાખવા શુ કરવું જોઈએ.
• હમેંશા રસોઈ કરવા માટે આયોડીન નમક જ વાપરવું જોઈએ.
• નિયમિત યોગ અને કસરત કરવી, ૨૦ થી ૩૦ મિનિટ ઝડપ થી ચાલવું .
• તણાવ મુક્ત રહો,પૂરતી ઊંઘ લો અને મેડીટેશન કરો.
• ખાવા માં તાજા ફળો અને લીલા શાકભાજી નો ઉપયોગ વધુ કરો.
• ઉપર મુજબ કોઇ લક્ષણ દેખાય તો બ્લડ ટેસ્ટ કરાવવો.
થાયરોઇડ માં કેવા પ્રકાર નો આહાર લેવો જોઈએ.
• સફરજન,નારંગી અને જામફળ જેવા ફળો વિટામિન અને ફાઈબરથી ભરપૂર હોવાથી થાયરોઇડના દર્દીઓ માટે ઉત્તમ છે.
• મગ, અડદ અને ચણા જેવા અનાજમાં ફાઈબર અને વિટામિન-B હોય છે, જે શરીરને શક્તિ આપે છે અને થાયરોઇડ માં ફાયદાકારક છે.
• ૨ થી ૩ બદામ રાત્રે પલાળી અને સવાર માં ખાવી પણ ફાયદાકારક છે.
• થાયરોઇડ માં સૌથી વધુ ફાયદા આખા ધાણા થી થાય છે. ૧ ચમચી આખા ધાણા ને ૧ ગ્લાસ પાણી માં નાખી ને રાત્રે પલાળી અને સવારે ઉકાળી ને (પાણી અડધું ત્યા સુધી ઉકાળવું ) નરણા કોઠે પીવું.
થાયરોઇડ માં આવા પ્રકાર નો આહાર લેવાનું ટાળવો.
• બિસ્કિટ, બ્રેડ, પીઝા જે વા મેંદા માંથી બનતા ખોરાક, વધારે પડતી મિઠાઈ અને ખાંડ વાળી વસ્તુ થી દૂર રહેવું.
• કોબીજ, ફ્લાવર, બ્રોકોલી અને પાલકને કાચા ન ખાવા. જો ખાવા હોય તો તેને રાંધીને અથવા બાફીને જ લેવા જોઇએ.
• વધુ પડતી ચા, કોફી અથવા સોડા પીવા થી હોર્મોન્સ નુ સ્તર બગડી શકે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે.
• સોયા ના ઉત્પાદનો નો ઉપયોગ ટાળવો જોઈએ, જેવા કે સોયા મિલ્ક ,સોયા વડી અને સોયા ચિપ્સ વગેરે ન ખાવા.
• જે ખોરાકમાં પ્રિઝર્વેટિવ્સ હોય તેવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. ખાસ કરીને પેકેટ ફૂડ , ચિપ્સ વગેરે.
થાયરોઇડ એ કોઇ મોટી બીમારી નથી, આપણે આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરીએ, પૌષ્ટિક આહાર લઈએ અને તણાવમુક્ત રહીએ, તો થાયરોઇડને હરાવવું અશક્ય નથી.
Disclaimer :"આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, કોઈપણ ગંભીર સમસ્યામાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે."
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો