કુદરતી ગ્લોનું રહસ્ય: ચમકતી ત્વચા અને તંદુરસ્ત શરીર માટેની ઘરેલું ઉપાયો

કુદરતી ગ્લો નુ રહસ્ય
આજના ભાગદોડવાળા જીવનમાં આપણે આપણા શરીર અને ત્વચાનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે સાચી સુંદરતા એ સારા સ્વાસ્થ્યનું સાચું પ્રતિબિંબ છે? જો તમે અંદરથી સ્વસ્થ હશો, તો તેની ચમક તમારા ચહેરા ​આપોઆપ દેખાશે. 

​૧.  કુદરતી રીતે મેળવો તંદુરસ્તી

 ૧.​ પૂરતું પાણી પીવો: દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. તે શરીરના ઝેરી તત્વો (toxins) બહાર કાઢે છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી પાચનશક્તિ સારી બને છે, અને કબજિયાત મુક્તિ મળે છે.દરરોજ પુરતું પાણી પીવાથી એકાગ્રતા વધે છે અને માથાનો દુખાવામાં રાહત મળે છે અને તનાવ ઓછો થાય છે.

  ૨. ​સવારનો નાસ્તો ભૂલશો નહીં: સવારનો નાસ્તો રાજા જેવો પૌષ્ટિક હોવો જોઈએ. તેમાં ફળો, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો. સવારે હેલ્ધી નાસ્તો કરવાથી આખો દિવસ કામ કરવાની ઊર્જા મળી રહે છે.

 ૩.​ ૭-૮ કલાકની ઊંઘ: અપૂરતી ઊંઘને કારણે આંખો નીચે કુંડાળા (dark circles) થઈ જાય છે. અને માનસિક તણાવ પણ વધે છે. ૭-૮ કલાકની ગાઢ ઊંઘ યાદશક્તિ વધારો કરે છે. પૂરતી ઊંઘથી તણાવ અને ચીડિયાપણું દૂર થાય છે. અને તમે આખો દિવસ તાજગી અનુભવો છો. હંમેશા રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં સૂઈ જવું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ ગણાય છે.

  ૪. નિયમિત વ્યાયામ: રોજ માત્ર ૨૦-૩૦ મિનિટ ચાલવાથી અથવા યોગ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, સ્નાયુઓ મજબૂત બને છે. અને તે તમારી ત્વચાને કુદરતી ગ્લો આપે છે. વજન પણ નિયંત્રણમાં રહે છે.

૨. ડાયેટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ : તમારા ભોજનમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરવાથી તમારી સુંદરતા બમણી થઈ જશે

  ૧.​પાલક: પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે શરીરમાં લાલ રક્તકણો  અને હિમોગ્લોબિનનું વધારવા માટે ઉપયોગી થાય છે, તેનાથી થાક, કમજોરી અને અશક્તિ દૂર થાય છે અને શરીર ઉર્જાવાન રહે છે.

  ૨.પપૈયું: પપૈયા મ રહેલું વિટામિન A અને C ત્વચાના ડેડ સેલ્સને હટાવી, વધતી ઉંમરની કરચલીઓ રોકે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે. પપૈયું ખાવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.અને પેટ સાફ રહે છે.

   ૩.ગ્રીન ટી: ગ્રીન ટી વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તેમાં 'કેટેચિન'નામના શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે આપણ શરીરના મેટાબોલિઝમ  ને ઝડપી બનાવે છે. તે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી (Fat) ને ઓગળવામાં મદદ કરે છે, જેથી વજન સરળતાથી ઘટે છે.

   ૪.અખરોટ અને બદામ : અખરોટને'Brain Food' તરીકે ઓળખવામાં આવે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જે યાદશક્તિ વધારે છે. મગજની શાંત રાખે છે. અને વધતી ઉંમર સાથે થતા સાંધાના દુખાવામાં પણ આરામ આપે છે. બદામમાં રહેલું 'vitamin- e' વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. જે વાળને મૂળથી મજબૂત બનાવે છે અને કુદરતી ચમક આપે છે.

   ૫.​સંતરા: સંતરા એ 'વિટામિન-c' થી ભરપૂર હોય છે. સંતરા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે સામાન્ય શરદી, ઉધરસ અને તાવ જેવા રોગો સામે રક્ષણ મળે છે. તેમાં ફાઇબર વધારે માત્રામાં હોય છે. જે કબજિયાત દૂર કરી અને પેટની સાફ રાખે છે. સંતરામાં 'વિટામીન-b9' અને પ્રોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

 ૬. ફણગાવેલા કઠોળ : ચણા, મઠ અને મગ જેવા કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એમાં પણ જો ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો પ્રોટીન અને ફાઇબર વધારે માત્રામાં મળે છે. અઠવાડિયામાં ૪ થી ૫ વખત કઠોળ ખાવાથી આપણા શરીરના સ્નાયુઓ મજબૂત બને છે.

 ૭. અનાજ : જુવાર, બાજરો, રાગી અને અને ઓટ્સ જેવા અનાજમાંથી આપણને પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ,એન્ટી-ઓક્સિડન્ટ્સ,આયર્ન અને કેલ્સિયમ જેવા અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે. જે આપણા હાડકા મજબૂત કરે છે. હૃદયને સ્વાસ્થ્ય જાળવી રાખે છે .વજન પણ નિયંત્રણમાં રાખે છે.

 હેલ્થ મંત્ર: સુંદર દેખાવા માટે મોંઘા કોસ્મેટિક્સ કરતા પણ વધુ જરૂરી છે શિસ્તબદ્ધ જીવનશૈલી અને પૌષ્ટિક આહાર. આજે કરેલો નાનો ફેરફાર લાંબા ગાળે મોટું પરિણામ આપે છે. આવી રસપ્રદ માહિતી મેળવવા માટે હંમેશા જોડાયેલા રહો 'હેલ્થ મંત્ર ડેઇલી' સાથે.

Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ મેડિકલ સલાહ નથી. અહીં આપેલા કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લો.

ટિપ્પણીઓ