ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે આપણું શરીર થાકીને લોથપોથ થઈ જાય ત્યારે, લીંબુ પાણી પીવું એ 'અમૃત સમાન' છે. લીંબુ પાણી એ ખાલી એક તાજગીસભર પીણું નથી, પણ તંદુરસ્તીનો ખજાનો છે. જો લીંબુ પાણી સાચી રીતે બનાવી અને પીવામાં આવે તો, તે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે.
તો આજે આપણે હેલ્થ 'મંત્ર ડેઇલી'માં જાણીશું, ઉનાળામાં લીંબુ પાણી પીવાના ૫ અસરકારક ફાયદા,અને તેની બનાવવાની સાચી રીત.
ઉનાળામાં લીંબુ પાણી પીવાના પાંચ અસરકારક ફાયદાઓ.
૧. શરીરને હાઈડ્રેટ રાખે, અને તાજગી આપે.
• લીંબુપાણી ઉનાળામાં ગરમીના લીધે લાગતા થાકને દૂર કરે છે.અને શરીરને ડિહાઇડ્રેશન થી બચાવે છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે અને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે .
• સવારે કે પછી ગરમીના દિવસોમાં એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી શરીરમાં તરત જ નવી તાજગીનો સંચાર થાય છે તે શરીરને હાઇડ્રેટ રાખીને મન અને શરીર બંનેને ક્ષણભરમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિથી ભરી દે છે.
૨. પાચનક્રિયા સુધારવા માટે ઉપયોગી.
• રોજ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ગેસ અને એસીડીટી જેવી બીમારી દૂર થાય છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પેટના પાચક રસોને વધુ સક્રિય કરીને પાચન ક્રિયા મજબૂત કરવામાં મદદ કરે છે.
• દરરોજ સવારે નયણા કોઠે હૂંફાળું લીંબુ પાણી પીવાથી આંતરડાની ઊંડી સફાઈ થાય છે અને પાચનતંત્ર વધારે સક્રિય બને છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે.આંતરડાને સ્વસ્થ બનાવે છે.
૩. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
• લીંબુ માં 'વિટામીન c' ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બનાવે છે. લીંબુ એન્ટી-ઓક્સિડન્ટ્સનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. જેથી શરીર ને શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મળે છે.
• લીંબુ પાણી શરીરમાં 'વ્હાઈટ બ્લડ સેલ્સ' (WBC) ને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે રોગકારક વાયરસ અને બેક્ટેરિયા સામે લડે છે, અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
૪. વજન ઘટાડવામાં મદદ કરે છે.
• જો તમારે પણ વજન ઘટાડવો હોય તો લીંબુ પાણી એક શ્રેષ્ઠ ઉપાય છે. . તે શરીરના મેટાબોલિઝ ને સુધારે છે અને ઝડપી બનાવે છે અને વજન પણ એકદમ ઝડપથી ઘટે છે.
• લીંબુ પાણીમાં કેલરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જો તમે હાઈ-કેલરીવાળા ડ્રિંક્સ જેમ કે સોડા, પેક્ડ જ્યુસ કે વધારે મીઠી ચા ને બદલે લીંબુ પાણી પીવાનું શરૂ કરો, તો તમારી રોજની કેલરીનું પ્રમાણ ઘટી જાય છે, અને વજન સરળતાથી ઉતરે છે.
૫. ત્વચાને કુદરતી ચમક આપે છે.
• લીંબુ પાણી એક શ્રેષ્ઠ 'ડિટોક્સ ડ્રિંક' છે. તે શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢે છે. અને લોહી સુધારે છે. જેના કારણે ચહેરા પરના ખીલ અને કાળા ધબ્બા દૂર થાય છે. અને ચહેરા પર કુદરતી ચમક આવે છે.
• ત્વચામાં કોલેજનનો ઉત્પાદન વધારવામાં 'વિટામિન c' ખૂબ જ મદદરૂપ થાય છે. કોલેજન ત્વચાને ટાઈટ બનાવે છે. જેથી ચહેરા પર કરચલીઓ પડતી નથી. અને સ્કીન કુદરતી રીતે ગ્લો કરે છે.
લીંબુ પાણી બનાવવાની સાચી રીત :
૧. એક ગ્લાસમાં સામાન્ય ગરમ પાણી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પાણી વધુ ગરમ ન હોવું જોઈએ.
૨. તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો.
૩. પછી તેમાં એક ચમચી જેટલું શુદ્ધ દેશી મધ ઉમેરો.
૪. હવે તેમાં એક ચપટી જેટલો શેકેલો જીરા પાવડર અને એક ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તૈયાર છે એકદમ સાચી રીત સાથે બનાવેલું હેલ્ધી લીંબુ પાણી. જેને પીવાથી અનેક ફાયદાઓ મળે છે.
Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશા તમારા ડૉક્ટર અથવા લાયકાત ધરાવતા હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો