મુખ્ય સામગ્રી પર જાઓ
ચેતી જાજો !"જો તમે પણ ઉનાળા માં ફ્રિજ નું ઠંડુ પાણી પીતા હોય તો".
ચેતી જાજો ! જો તમે ફ્રિજ નું એકદમ ઠંડુ પાણી પીવો છો તો , ફ્રિજ નું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.અને જાણો માટલા ના ઠંડા પાણી ના ફાયદા વિશે.
માટલું એ માટીનું બનેલું હોય છે. માટી માં ઘણા બધા કુદરતી ખનિજ તત્વો અને ગુણો હોય છે. તે પાણી ને ઠંડુ જ નથી રાખતુ પણ સાથે શુધ્ધ કરી ને ગુણકારી બનાવે છે. ઉનાળા ની કાળઝાળ ગરમી માં ફ્રિજ નું એકદમ ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.પણ આપણા સ્વાસ્થ માટે માટલા નું પાણી શ્રેષ્ઠ છે.
આવો જાણીએ માટલા ના ઠંડા પાણી પીવા ના ફાયદા.
• માટલાનું પાણી પીવાથી ગળાને આરામ મળે છે. ફ્રીજના પાણીની જેમ તે અતિશય ઠંડુ હોતું નથી, જેથી ગળાની નળીઓ અને સ્નાયુઓને કોઈ નુકશાન થતું નથી.
• માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી તે લાંબા સમય સુધી તરસ છિપાવે છે અને શરીરને અંદર થી ઠંડુ રાખે છે.માટલા નું ઠંડુ પાણી પીવા થી લૂ (Heat stroke) લાગવાનું જોખમ પણ ઘટી જાય છે.
• માટલા નું પાણી પીવા થી શરીર નું મેટાબોલિઝમ સુધરે છે. તે પાણી શુધ્ધ હોય છે, તેમાં કોઇ પણ પ્રકાર ના કેમિકલ્સ કે ઝેરી તત્વો હોતા નથી. જે શરીરને અંદર થી સાફ રાખવા માં મદદ કરે છે.
• આપણે જ્યારે માટલા માં પાણી ભરી ને રાખીએ છીએ ત્યારે તે માટી ના ગુણો સાથે મળી ને આપણા શરીર નું પીએચ ( PH ) લેવલ ને સંતુલિત રાખવા માટે ઉપયોગી થાય છે.
• માટલા નું ઠંડુ પાણી પીવા થી શરીર ની પાચનશક્તિ પણ સુધરે છે. માટલા નું પાણી એકદમ ઠંડુ ન હોવા થી એસિડિટી કે ગેસ જેવી સમસ્યાઓ પણ નથી થતી.
•ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરો એકદમ ઠંડુ પાણી પીવાની ના પાડતા હોય છે. આવા સમયે માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલુ પાણી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉબકા જેવી સમસ્યામાં રાહત આપે છે.
આવો જાણીએ કે ફ્રિજ નું ઠંડુ પાણી પીવા નું કેમ ટાળવું જોઈએ?
• ફ્રિજ નું એકદમ ઠંડુ પાણી ક્ચારેય ન પીવું જોઈએ. ફ્રિજ નું ઠંડુ પાણી પીવું એ આપણા સ્વાસ્થ માટે લાંબા ગાળે નુકશાનકારક છે, તેથી ફ્રિજ નું ઠંડુ પાણી પીતા પહેલા ચેતી જાજો.
• ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીવાથી ગળામાં સોજો (Sore throat) આવવો, શરદી અને ઉધરસ થવાની શક્યતા ઘણી વધી જાય છે. ઠંડુ પાણી શ્વસનતંત્રમાં મ્યુકસનું પ્રમાણ વધારી શકે છે.
• જ્યારે આપણે ખુબ જ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તે પાચનતંત્ર ની રક્તવાહિનીઓને સંકોચી દે છે. જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે, જે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ નું કારણ બની શકે છે.
• તડકા માંથી આવી ને તરત જ એકદમ ઠંડુ પાણી પીવા ના કારણે શરીર નું તાપમાન એકદમ ઘટે છે. તેથી થાક અને સુસ્તી અનુભવાય છે.
• વધારે પડતુ ઠંડુ પાણી પીવાથી કફ અને વાયુ થાય છે. ઘણી વખત સતત ઠંડા પાણી પીવા થી સાંધાના દુખાવા ની સમસ્યા પણ વધે છે.
ફ્રિજ નું ઠંડુ પાણી ક્યારેક પીવાથી કોઇ મોટી સમસ્યાઓ નથી થતી,પરંતુ જો આપણે તેને આપણી નિયમિત આદત બનાવી છીએ, તો તે અનેક રોગોને આમંત્રણ આપે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો