"શું તમે જાણો છો?બદામ પલાળી ને કેમ ખાવી જોઈએ."
![]() |
બદામ પલાળી ને ખાવા ના અદ્દભુત ફાયદાઓ |
આપણે બધા જાણીએ છીએ કે બદામ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.પણ શું તમે એ જાણો છો ?કે બદામને પલાળી અને છાલ ઉતારીને ખાવા થી ફાયદા અનેકગણા વધી જાય છે.
ડ્રાયફ્રુટ નો રાજા એટલે બદામ .આપણે જાણીએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. પણ જો બદામની ખોટી રીતે ખાવામાં આવે એટલે કે બદામને પલાળી અને છાલ ઉતાર્યા વગર ખાવામાં આવે તો એટલો ફાયદો નથી મળતો જેટલો આપણને મળવો જોઈએ.
આજે આપણે જાણીશું બદામ વિશે મૂંઝવતા પ્રશ્નોના જવાબો .
પ્રશ્ર્ન ૧. શું બદામને છાલ સાથે ખાવાથી કંઈ નુકસાન થાય છે?
જવાબ = ના,કોઈ જ નુકસાન નથી થતું પણ, બદામ ખાવાથી જે આપણને પોષણ મળવું જોઈએ તે છાલ સાથે ખાવાથી મળતું નથી.
પ્રશ્ર્ન ૨. આપણે દિવસમાં કેટલી બદામ ખાઈ શકાય ?
જવાબ = શિયાળો હોય તો એક તંદુરસ્ત વ્યક્તિ દિવસના ૬ થી ૭બદામ ખાઈ શકે, અને જો ઉનાળો હોય તો ૪ થી ૫ બદામ ખાઈ શકાય કારણ કે બદામની તાસીર ગરમ હોય છે.
પ્રશ્ર્ન ૩. કયા સમયે પલાળેલી બદામ ખાવાથી સૌથી વધુ ફાયદો મળે છે?
જવાબ = સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવી વધુ ફાયદાકારક છે. અને આખો દિવસ કામ કરવા ની ઉર્જા પણ બદામમાંથી મળી રહે છે.
પ્રશ્ર્ન ૪. બદામ કોને ન ખાવી જોઈએ?
જવાબ = જે લોકોને કિડનીમાં પથરી હોય તેમને અને જે લોકોનું પાચનતંત્ર ખૂબ જ નબળું હોય તો લોકોએ ડોક્ટરની સલાહ પછી જ બદામ ખાવી જોઈએ.
![]() |


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો