"ઉનાળા માં ઠંડક નો ખજાનો એટલે મોસમી ફળો."

 

ઉનાળા માં ઠંડક નો ખજાનો 

         

        ઉનાળામાં વરસતી લૂ અને ગરમી વચ્ચે જ્યારે આપણા શરીરમાં પાણી ઘટી જાય છે ત્યારે ફ્રૂટ્સ ખાવા થી ખૂબ જ રાહત મળે છે. આપણા આજના આ બ્લોગમાં આપણે માહિતી મેળવીશું કે ઉનાળામાં કેવા પ્રકારના ફળો ખાવા જોઈએ. અને એ ફળો આપણને અંદરથી કઈ રીતે સ્વસ્થ રાખે છે.

 • તરબૂચ : ઉનાળા માં ડિહાઈડ્રેશનથી બચવા માટેનું સૌથી શ્રેષ્ઠ ફ્રુટ એટલે તરબૂચ. તરબૂચ માં વિટામિન  A અને C  સારી માત્રા માં  હોય છે. તરબૂચ ખાવાથી પેટમાં થતી બળતરા થી આરામ મળે છે.

 • સંતરા અને મોસંબી : આ ફ્રુટમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. સંતરા અને મોસંબી સ્વાદમાં ખાટા મીઠા હોય છે,તેમાં રહેલા વિટામિન્સ સ્કીન અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. સંતરા માંથી ફાઇબર પણ પૂર્તિ માત્રામાં મળી રહે છે.

 • નાળિયેર પાણી : આ કોઈ ફળ નથી  પણ એક ફ્રુટ માં રહેલું પાણી છે જે પીવાથી આપણા શરીરને તરત તાજગી મળે છે.અને ઉનાળામાં થતા ડિહાઈડ્રેશનથી બચવા મદદરૂપ થાય છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં ક્ષારનું પ્રમાણ પણ જાળવી રાખે છે. 

 • શક્કરટેટી : શક્કરટેટીમાં ફાઇબર અને પ્રોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળાનું સૌથી પૌષ્ટિક ફળ શક્કરટેટી છે. તેનાથી પાચનતંત્ર સાફ રહે છે. અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. શક્કરટેટી ખાવાથી શરીરને ઠંડક પણ મળે છે.

 • લીલી અને કાળી દ્રાક્ષ : દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષ લોહીને શુદ્ધ કરે છે .અને દ્રાક્ષ ખાવાથી શરીરમાં એનર્જી નું લેવલ પણ જળવાઈ રહે છે. દ્રાક્ષ સે ઉનાળામાં થતી અશક્તિ દૂર કરવામાં મદદ કરે છે. 

 • કેરી : કેરીએ ફળોનો રાજા છે. કાચી કેરી એ ઉનાળામાં લૂ બચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. કાચી કેરી નું શરબત પીવાથી પણ ઉનાળામાં લૂ ઓછી લાગે છે. કેરીએ સૌનું પ્રિય ફળ છે. બાકી કેરીમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિઓમાં વધારો કરે છે. પણ ગરમીમાં કેરી વધુ પ્રમાણમાં ખાવી ન જોઈએ.

   ઉનાળામાં ફળો ખાતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાતો.

૧ . હંમેશા ફળોને તાજા અને ધોઈને જ ખાવા જોઈએ.

 ૨ . રાખેલા રસ્તા પર ખુલ્લા કાપીને રાખેલા જે ફળ હોય તે ક્યારેય ખાવાના જોઈએ.

 ૩ . તરબૂચ ખાધા પછી ક્યારેય પણ તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી આપણી પાચન ક્રિયા બગડી શકે છે.

 ૪ . ફ્રુટ જ્યુસ પીવા કરતા આખા જ ફળો ખાવા જોઈએ ,તેનાથી તેમાં રહેલું ફાઇબર આપણને વધુ પ્રમાણમાં મળી રહે છે.

 ૫ . બહાર તડકામાંથી આવીને અથવા તડકામાંથી લાવેલા ફળ તરત જ ક્યારેય ન ખાવા જોઈએ તેનાથી લૂ લગવાની શક્યતા વધી જાય છે.

 ૬ . સવારનો સમયે એ ફળ ખાવા માટે સૌથી શ્રેષ્ઠ છે.સાંજના અથવા તો રાત્રી ના સમયે ફળ ન ખાવા જોઈએ, આવા સમયે ફળ ખાવાથી આપણી પાચન ક્રિયા પર અસર પડી શકે છે.

      રોજ નવી અને રસપ્રદ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારા  બ્લોગ 'HEALTH MANTRA DAILY 'સાથે.

   Disclaimer : જો તમને કોઈ બીમારી અથવા એલર્જી હોય તો નવો આહાર શરૂ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
  

ટિપ્પણીઓ