"ઉનાળા માં વરસતી લૂ થી કેવી રીતે બચવું?"

 

ઉનાળા માં લૂ થી બચવા ના ઉપાયો

      ઉનાળા માં વરસતી લૂ (Heatwave) થી કેવી રીતે બચવું ?તે જાણો આજના આપણા 'હેલ્થ મંત્ર ડેઇલી' બ્લોગ માં. 

        ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.સાથે હિટવેવની પણ શરૂઆત થઈ ગઈ છે.લૂ લાગવાથી માથા નો દુખાવો,ચક્કર આવવા, બ્લડપ્રેશરમાં ફેરફાર થવો ,ત્વચાની સમસ્યા અને શરીર માં પાણી ની ખામી જેવી ઘણી  સમસ્યાઓ થઈ શકે છે .તો ચાલો જાણીએ લૂ થી  બચવા ના અચૂક ઉપાયો. 

૧.ખૂબ પાણી પીવું : ઉનાળા માં લૂ થી બચવા માટેનો સૌથી સરળ ઉપાય છે સારી માત્રા માં પાણી પીવુ.ઉનાળા માં થોડી થોડી વારે પાણી પીવું ખૂબ જરૂરી છે. જેથી શરીર માં પાણી નું બેલેન્સ બની રહે. અને ડિહાઈડ્રેશન ની સમસ્યા થાય નહી. 

૨.આછા રંગના સૂતરાઉ કપડાં પહેરો : ઉનાળા ના ઉકળતા તાપ માં રેશમી અને સિન્થેટીક કપડાં ન પહેરો. તે શરીર ને વધુ ગરમ કરે છે. ઉનાળા માં આછા રંગના અને સૂતરાઉ કપડાં પહેરવા જોઇએ. આછા રંગના કપડાં માં વધુ ગરમ નથી લાગતી. સૂતરાઉ કપડાં માં શરીર ને પૂરતી હવા મળી રહે છે. અને પરસેવો ચુસી લે છે. ઉનાળા માં વધુ ચુસ્ત કપડાં ન પહેરવા જોઇએ. 

૩.દેશીપીણાં  : ઉનાળા માં બહાર ના સોફ્ટ ડ્રિંક્સ ના પીવા જોઇએ. દેશીપીણાં ઉનાળામાં સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. લીલા નાળીયેર નુ  પાણી એ ખુબ જ સારું કુદરતી પીણું છે. જે આપણને અંદરથી ઠંડક આપે છે. આ સિવાય લીંબુ પાણી, વરિયાળીનું શરબત, કોકમ નું શરબત અને કાચી કેરીનું  શરબત પણ હિટવેવ થી બચવા નો ઉત્તમ ઉપાય છે. 

૪. બપોરના સમય બહાર નીકળવા નું ટાળો : ઉનાળા માં બપોરના સમય બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા સમયે સૌથી વધુ તાપ પડતો અને લૂ વરસતી હોય છે. જો બહાર નીકળવું જ પડે તો પાણીની બોટલ સાથે રાખો. હાથના મોજા ટોપી અને મોઢું ઢાંકીને નીકળવું .સીધો તડકો માથા પર પડે તો તેનાથી લૂ લગવાની શક્યતા વધી જાય છે.

૫.હળવો ખોરાક લો : ઉનાળામાં તળેલો અને મસાલેદાર ખોરાક ના લેવો જોઈએ .કારણ કે ઉનાળામાં પાચન તંત્ર નબળું પડી જાય છે. હળવો ખોરાક લેવો જોઈએ .અને ફ્રુટનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ.જેનાથી આપણને કુદરતી રીતે પાણી મળી રહે.

૬. ઘર ને ઠંડુ રાખો : ઉનાળામાં બપોરના સમયે ઘરના બારી-બારણા બંધ રાખવા જોઈએ .જેથી ગરમ હવા ઘરમાં ન આવે. સાંજનો સમય થતાં જ બારી-બારણા ખોલી નાખવા જોઈએ જેથી ઠંડી હવા ઘરમાં પ્રવેશે.અને ઘર ઠંડુ રહે.

   • લૂ લાગવાના લક્ષણો - ઉલટી -ઉબકા થવા ,માથું દુખવું ચક્કર આવવા અને શરીરનું તાપમાન એકદમ વધી જવું અને તરસ વધારે લાગવી.

          ઉપર મુજબ ના કોઈ લક્ષણ દેખાય અને પરિસ્થિતિ ગંભીર હોય અથવા દર્દી બેભાન થઈ જાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અથવા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ.

• હેલ્થ ને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો 'હેલ્થ મંત્ર ડેઇલી'સાથે.

Disclaimer:લેખમાં આપેલી માહિતી સામાન્ય સ્વાસ્થ્ય જાગૃતિ માટે છે. કોઈ પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા માટે  ડૉક્ટરની સલાહ લેવી.



  

ટિપ્પણીઓ