મુખ્ય સામગ્રી પર જાઓ
ડીજિટલ યુગમાં કેવી રીતે રાખવી આંખો ની સંભાળ?
ડીજિટલ યુગમાં આપણે આંખો નું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મોબાઈલ, લેપટોપ ,ટીવી જેવી સ્ક્રીન સામે આપણે કલાકો સુધી બેસીએ છીએ. તેના કારણે આખો લાલ ,થવી આંખોમાંથી વધુ પાણી નીકળવું અને આંખો સુકી થઈ જવી જેવી વિવિધ સમસ્યાઓ થાય છે. આપણે આજે જાણીશું 'હેલ્થ મંત્ર ડેઈલી'બ્લોગ માં આંખોને સ્વસ્થ રાખવાના ઉપાયો.
૧. સ્ક્રીન પર કામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
• તમે તમારા ફોન પર અથવા તો લેપટોપ પર કામ કરતા હોય, તો તેમાં 'નાઈટ મોડ'અથવા તો 'આઈ કમ્ફર્ટ મોડ'નો જરૂર ઉપયોગ કરો જેનાથી આંખો ને ઓછું નુકશાક થાય.
• જ્યારે આપણે સ્ક્રીન પર કામ કરતા હોઈએ છીએ, ત્યારે આંખના પલકારો મારવાનું ઓછું થઈ જાય છે.જેથી આખ સુકી થઈ જાય છે ,આવું ના થાય તે માટે આંખના પલકારા મારવા જરૂરી છે.
• તમને આંખોના નંબર હોય તો સ્ક્રીન પર કામ કરતી વખતે ચશ્મા ફરજિયાત પહેરવા જ પડે.
૨. આંખો માટે કસરત
• આંખો માટે પણ કસરત જરૂરી છે. આંખોને વારંવાર ઉપર-નીચે, ડાબે-જમણે ફેરવો આ રીતે કસરત કરવાથી આંખ નો થાક ઓછો થાય છે.
• બંને હાથની હથેળી ભેગી કરીને ઘસો. એ ગરમ થાય એટલે હળવા હાથે આંખ પર મુકો.આમ કરવાથી આંખના સ્નાયુઓને ઘણી રાહત મળે છે.
• સ્ક્રીન થી લગતા થાક થી બચવા માટે દર 20 મિનિટે,20 ફૂટ દૂર રહેલી કોઈપણ વસ્તુને 20 સેકન્ડ માટે જુઓ. આ રીતે ત્રણ-ચાર વખત કરવાથી સ્ક્રીનને થાક લાગતો નથી.
૩. આંખોને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખોરાક.
• આંખો માટે સૌથી મહત્વનું વિટામીન છે,'વિટામિન A'. વિટામીન A આપણને ગાજર અને શક્કરિયા જેવા કંદમૂળ માંથી મળે છે. કેરી અને પપૈયા જેવા ફ્રુટ્સમાંથી પણ આપણને વિટામિન A પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
• લીલા પાંદડા વાળા શાકભાજી જેવા કે પાલક,મેથી અને કોથમીર માંથી લ્યુટીન (Lutein) અને ઝેક્સન્થિન (Zeaxanthin) નામના શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ્સ મળી રહે છે. જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે.
• અખરોટ, અળસીના બીજ અને ચિયાસિડ્સ માંથી ઓમેગા 3 ફેટી એસિડ્સ મળી રહે છે .જે આંખો માટે ખૂબ જ જરૂરી હોય છે. તે આંખોમાં ભેજને જાળવી રાખી અને 'ડ્રાય આઈઝ' જેવી સમસ્યા માંથી આંખને બચાવવામાં મદદ કરે છે.
ખાસ નોંધ : આંખો ને લગતી કોઈપણ જાતની કસરત અથવા તો કોઈ પણ જાતનો નવો ખોરાક શરૂ કરતાં પહેલાં નેત્ર ચિકિત્સકની સલાહ લેવી અનિવાર્ય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો