ઉનાળા માં વરસતી 'લૂ'માં કેવી રીતે રાખવી નાના બાળકો ની સંભાળ?
![]() |
| ઉનાળા ની લૂ માં કેવી રીતે રાખશો બાળકો ની સંભાળ |
ઉનાળા માં પડતી ભયંકર ગરમી મોટા લોકો તો સહન કરી લે છે. પણ નાના બાળકો સહન કરી શકતા નથી. ઉનાળામાં નાના બાળકોને લૂ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે જાણીશું "હેલ્થ મંત્ર ડેઈલી" બ્લોગમાં ૦ થી ૨ વર્ષ સુધી ના બાળકોની ઉનાળાની વરસતી લૂ માં કઈ રીતે સંભાળ રાખવી.ખાસ કરીને ૦ થી ૨ વર્ષના બાળકો, જેઓ પોતાની તકલીફ બોલીને જણાવી પણ શકતા નથી, તેથી તેમની ખાસ દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે.
• ઉનાળામાં નાના બાળકને થોડી થોડી વારે પાણી આપવું ખૂબ જ જરૂરી છે. પણ જો બાળક ૬ મહિનાથી નાનુ હોય તો, તેને માતાના દૂધ સિવાય બીજુ કઇ આપવું ના જોઈએ .કારણ કે માતાના દૂધમાં ૮૦% જેટલું પાણી હોય છે.જે બાળકની તરસ છીપાવવા માટે પૂરતું હોય છે.
• જો બાળક છ મહિનાથી ઉપરનું હોય તો,તેની માતાના દૂધ સાથે થોડી થોડી વારે પાણી પણ આપવું જોઈએ. નાના બાળકને ઉકાળી અને ઠંડુ કરેલું પાણી પીવડાવવુ વધુ સારું રહેશે. બાળકને ફળોનો રસ પીવડાવો.ઘરે બનાવેલા જ્યુસ માં ખાંડ હોતી નથી, તેથી તે બાળક માટે સૌથી શ્રેષ્ઠ છે.
બે વર્ષ સુધીના બાળકોને બજારમાં મળતા કોલ્ડ્રીંક્સ અને પેકેટ જ્યુશ અને વધારે ખાંડ વાળા શરબત આપવા હિતાવહ નથી.
![]() |
| Baby care and Summer tips |




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો