​"શું તમને પણ મોબાઇલ નાં સતત ઉપયોગથી આંખોમાં બળતરા થાય છે"? તો અપનાવો આ સરળ ઉપાયો.


 

આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન વગર આપણું જીવન અધૂરું છે. પણ વધુ પડતા મોબાઈલ ના ઉપયોગથી આપણી આંખોને ઘણું નુકસાન થાય છે . ઓફિસનું કામ હોય, ઓનલાઈન ક્લાસ હોય કે પછી સોશિયલ મીડિયા હોય આપણે કલાકો સુધી મોબાઈલની સ્ક્રીન સામે સમય વિતાવીએ છીએ. પરંતુ, શું તમે જાણો છો કે લાંબા સમય સુધી ડિજિટલ સ્ક્રીન સામે જોવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે? જેને તબીબી ભાષામાં "કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ" (Computer Vision Syndrome) કહે છે.

      • મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ થી આંખોમાં બળતરા કેમ થાય છે?

       આપણે મોબાઈલ ની સ્ક્રીન પર એકધારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણી આંખોના પલકારા મારવાની ગતિ ઘટી જાય છે. સામાન્ય રીતે આપણે મિનિટમાં ૧૫-૨૦ વાર પલકારા મારીએ છીએ, પણ મોબાઈલ વાપરતી વખતે આ સંખ્યા ઘટીને ૫-૭ થઈ જાય છે. આનાથી આંખોમાં કુદરતી ભેજ સુકાઈ જાય છે અને બળતરા થવી,આંખ લાલ થવી કે આંખો માં ખજવાળ આવવી વગેરે જેવી  સમસ્યાઓ શરૂ થાય છે.

      • આંખોની બળતરા દૂર કરવાના માટે ના શ્રેષ્ઠ ઉપાયો.

    ૧. કાકડી સ્લાઈસ :કાકડી મા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પાણીનું પ્રમાણ ખૂબ  વધુ  હોય છે જે આંખોની આસપાસની ગરમીને ખેંચી લે છે.

રીત: કાકડીને ગોળ સ્લાઈસમાં કાપીને ૧૫ મિનિટ ફ્રીજમાં રાખો. ત્યારબાદ તેને આંખો પર ૧૦ થી ૧૫  મિનિટ માટે મૂકી રાખો.

    ૨. ગુલાબજળ : ગુલાબજળ કુદરતી રીતે આંખો ને  ઠંડક આપે છે અને   આંખોની લાલાશ ઘટાડે છે.

​રીત: કોટન બોલ્સને ગુલાબજળમાં પલાળીને ૧૦ થી ૧૫ મિનિટ આંખો પર રાખો. તમે શુદ્ધ ગુલાબજળના ૧-૨ ટીપાં આંખમાં પણ નાખી શકો છો.

     ૩. હથેળીનું ઘર્ષણ (Palming): આ આંખના સ્નાયુઓને આરામ આપવાની સૌથી જૂની અને અસરકારક રીત છે.

  રીત: બન્ને હાથ ની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસો જેથી તે ગરમ થાય, ત્યારબાદ આંખ બંધ કરી હળવા હાથે મૂકો.આનાથી આંખો ને આરામ મળે છે. 

     ૪. વરિયાળી અને સાકરનું સેવન​ : આંખોની અંદરની ગરમી ઘટાડવા માટે આ સૌથી સરળ ઉપાય છે.

  રીત: વરિયાળી અને સાકરને સરખા ભાગે પીસીને પાવડર બનાવી લો. રોજ રાત્રે એક ચમચી દૂધ કે પાણી સાથે લેવાથી આંખની રોશની જળવાઈ રહે છે.અને આંખો ની બળતરા શાંત થાય છે. 

     ખોરાક અને વિટામિન્સ : બહારથી જ નહીં, પણ અંદરથી પણ આંખો મજબૂત હોવી જરૂરી છે. ગાજર, પપૈયું અને પાલક જેવા ખોરાક આંખો માટે વરદાન સમાન છે. બદામ મા વિટામિન-E ભરપૂર માત્રામાં હોય છે, બદામ રાત્રે પલાળી અને સવારે ખાવા થી આંખો ની રોશની વધે છે. 

​        મોબાઈલમાં 'રીડિંગ મોડ' કે 'નાઈટ મોડ' ઓન રાખો. અંધારામાં મોબાઈલની લાઈટ સીધી આંખો પર પડે છે, જે સૌથી વધુ નુકસાનકારક છે. તેથી અંધારામાં મોબાઈલ ન વાપરવો જોઈએ.

  ​           Disclaimer:  જો આંખોમાં બળતરા ખૂબ જ વધારે હોય, સતત આંખ લાલ રહેતી હોય કે જોવામાં તકલીફ પડતી હોય, તો ઘરેલું ઉપાયોને બદલે તરત જ આંખના ડોક્ટર  ની સલાહ લેવી જોઈએ.





  






ટિપ્પણીઓ