કેવી રીતે રાખવી ઉનાળા માં ત્વચા ની સંભાળ ?


        ઉનાળો શરૂ થતાં જ ગરમી, તડકો, ધૂળ અને પ્રદૂષણના કારણે  ત્વચામાં કાળાશ (Tanning), ખીલ, બળતરા થવા લાગે છે.  ત્વચા અંદરથી બળી જાય છે અને 'ગ્લો'ખોવાઈ જાય છે. આવામાં આપણે કેમિકલવાળા મોંઘા પ્રોડક્ટ્સને બદલે આપણા ઘરગથ્થુ અને  ઉપાયો (HomeRemedies) તરફ વળવું જોઈએ, જે ત્વચાને અંદરથી ઠંડક આપે.

             આજના આપણા Health Mantra Daily બ્લોગમાં, આપણે જાણીશું કે ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવાના ઉપાયો જે તમે ઘરે જ કરી શકો છો, અને તે પણ તમારી ત્વચાના પ્રકાર (Skin Type) મુજબ. 

              ઓઈલી સ્કીન માટે  ઉપાયો. 

        ૧.​કાકડીનો રસ: કાકડીને ખમણીને તેનો રસ કાઢો.કાકડી ના રસ ને રૂની મદદથી ચહેરા પર લગાવો. આ ત્વચાને ઠંડક આપશે અને ઓઇલી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. 

         ૨.​ચણાનો લોટ નો ફેસપેક: ૧ ચમચી ચણાના લોટમાં થોડુ દુધ ,ચપટી હળદર અને  ૨ ચમચી ગુલાબજળ ઉમેરીને પેક બનાવો. તે ત્વચામાંથી વધારાનું તેલ (Oil) દૂર કરી ને  છિદ્રો(Pores) સાફ કરશે. 

              ડ્રાય સ્કીન માટે  ઉપાયો.

       ૧.મધ અને એલોવેરા જેલ: ૨ ચમચી તાજું એલોવેરા જેલમાં ૧ ચમચી જેટલુ મધ ઉમેરી મિક્સ  કરો.૧૫-૨૦ મિનિટ માટે ચહેરા પર લગાવો. પછી ઠંડા પાણી થી ચહેરો ધોઈ લો.આ પેક સ્કીન ને  ડ્રાય થતા બચાવે છે. 

       ૨.દહીં અને એલોવેરા: ૨ ચમચી દહીંમાં ચપટી હળદર અને ૧ ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેક બનાવો. આ પેક ને ૧૦-૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો.આનાથી ત્વચા કોમળ બનાવશે અને કાળાશ પણ દુર કરે છે. 

                 સન ટેન દુર કરવા  ના ઉપાયો

       ૧.બટાકાનો રસ: બટાકા કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેનો રસ કાઢીને કાળા ડાઘ અથવા ટેનિંગ વાળી જગ્યાએ ૨૦ મિનિટ લગાવી રાખો.પછી ઠંડા પાણી થી સાફ કરી લો.આનાથી ચહેરા પરઅનોખુ  તેજ આવશે .

        ૨.ટામેટાનો રસ: ટામેટામાં રહેલું લાઈકોપીન ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાના ટુકડાને ચહેરા પર હળવેથી ઘસો,અને ઠંડા પાણી થી ધોઈ લો. 

           ત્વચાની બહારથી સંભાળ રાખવા ઉપરાંત, અંદરથી હાઈડ્રેટ રાખવું પણ ખુબજ જરૂરી  છે.

          • ​ફળો: તરબૂચ અને ટેટી જેવા ફળો ખાઓ, જે શરીરમાં પાણીની કમી પૂરી કરે છે.સંતરા ખાવા પણ ખુબજ ફાયદાકારક છે. 

          •  ઠંડા દેશીપીણાં: ઉનાળામાં છાસ, લીંબુ શરબત અને વરિયાળીનું શરબત વગેરે પીવો. ઉપરાંત નાળીયેર પાણી પણ પીવું જોઈએ. 

          •  પૂરતું પાણી: દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પીવો. આનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જશે અને ત્વચા પર તેજ આવશે.

          • રાત્રે સૂતા પહેલા ચહેરો ગુલાબજળથી સાફ કરીને જ સુવો જેથી દિવસભરની ધૂળ નીકળી જાય.અને ચહેરો ક્લીન થઇ જાય. 

           • બહાર જતી વખતે ચહેરા ને  રૂમાલ અથવા સ્કાર્ફથી ઢાંકો અને સનગ્લાસ (ચશ્મા) પહેરો જેથી આંખોની આસપાસની ત્વચા પણ સુરક્ષિત રહે.  

           • ઘરની બહાર નીકળતા પહેલા કોઈ  સારું સનસ્ક્રીન ચોક્કસ થી લગાવો. જેથી સન ટેન થી બચી શકાય.



                       

ટિપ્પણીઓ