મુખ્ય સામગ્રી પર જાઓ
"સવારે વહેલા ઉઠવું, સફળ જીવન ની પહેલી ચાવી."
આજના આ ભાગદોડભર્યા જીવનમાં આપણે રાત્રે મોડે સુધી જાગતા રહીએ છીએ અને સવારે મોડા ઉઠી એ છીએ. પરંતુ તમે જાણો છો કે આપણા વડીલો 'બ્રહ્મ મુહૂર્ત' માં ઉઠવા નું શુ કામ કહેતા. સવારે વહેલા ઉઠવું એ માત્ર એક આદત નથી, પણ તંદુરસ્ત જીવન જીવવાનો એક 'મંત્ર' છે.
સવારે વહેલા ઊઠવાના અદભુત ફાયદાઓ
૧. માનસિક શાંતિ અને એકાગ્રતા : સવારનું વાતાવરણ એકદમ શાંત હોય છે. આવા સમયે આપણું મગજ પણ એકદમ તાજગી અનુભવે છે અને આપણા કામ કરવાની ક્ષમતા પણ વધારો થાય છે.
૨. યોગ અને કસરત : સવારની તાજી હવા અને શુદ્ધ ઓક્સિજન એ શરીર માટે વરદાન સમાન છે . સવારે વહેલા ઉઠવાથી યોગ કસરત કે ચાલવા જવા માટે પુરતો સમય મળી રહે છે. જે આપણા શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે.
૩. તનાવ માં ઘટાડો : જે લોકો વહેલા ઊઠે છે તેમને આખા દિવસનું આયોજન કરવા માટે પૂરતો સમય મળી રહે છે .જેના કારણે સ્ટ્રેસ અને તનાવથી છુટકારો મળે છે.
૪. પાચનતંત્રમાં સુધારો : વહેલા ઉઠનારા લોકો નાસ્તો અને જમવાનું સમયસર લે છે જેનાથી તેમનુ મેટાબોલિઝમ સુધરે છે અને પાચન ની સમસ્યા દૂર થાય છે.
૫.સારી અને ગાઢ ઊંઘ : જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો. ત્યારે તમારું શરીર કુદરતી રીતે થાક અનુભવે છે .તેના કારણે તમને રાતે ગાઢ અને સારી ઊંઘ આવે છે.
તમારે સવારે વહેલા ઉઠવું છે, પણ ઉઠી શકાતું નથી. તો આ ટિપ્સ તમને સવારે વહેલા ઉઠવામાં ચોક્કસ મદદ કરશે.
• જો તમે રાતના ૧૧ કે ૧૨ વાગ્યા સુધી જાગશો તો તમને સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડશે. એના માટે તમારી રાત્રે ૧૦ વાગે સૂવાનો પ્રયત્ન કરવો જોઈએ. વહેલા ઉઠવા માટે વહેલા સુઈ જવું ખૂબ જ જરૂરી છે.
• સૂતા પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલા મોબાઈલ કે ટીવી બંધ કરી દો, અથવા તેનાથી દુર રહો. તેની બ્લુ લાઈટ તમારી ઊંઘમાં નુકશાક પહોંચાડે છે.
• રાત્રે ભારે ખોરાક લેવાથી શરીરમાં આળસ બને છે.એટલા માટે બને ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ .જેથી જલ્દીથી પચી જાય અને ઊંઘ પણ સારી આવે.
• રાત્રે મોબાઈલ કે એલાર્મ ઘડીયાળ બને ત્યાં સુધી દૂર રાખવી.મોટાભાગના લોકો એલાર્મ વાગતા
જ તેને બંધ કરીને ફરી સૂઈ જાય છે. જો ઘડિયાળ કે ફોન તમારાથી દૂર હશે, તો તેને બંધ કરવા તમારે ઉઠવું જ પડશે.
• સવારે વહેલા ઊઠીને તરત જ એક ગ્લાસ નવશેકુ પાણી પીવું.ગરમ પાણી પીવાથી શરીરમાં તરત જ તાજગી અનુભવ થાય છે.
શું તમારી સાથે પણ એવું થાય છે કે તમે રાત્રે ખૂબ જ ઉત્સાહથી નક્કી કરો કે કાલે તો ૫ વાગ્યે ઉઠવું જ છે, પણ સવારે એલાર્મ વાગે ત્યારે તમારું મન અને શરીર જાગવા તૈયાર જ નથી થતા?
સીધા ૫ વાગ્યે જાગવાને બદલે રોજ ૧૫ મિનિટ વહેલા ઉઠવાનું શરૂ કરો.સફળતા મેળવવા માટે સંઘર્ષ જરૂરી છે અને તેની શરૂઆત તમારી પથારી છોડવાથી થાય છે.
તમારા સ્વાસ્થ્યને લગતા આવા જ વધુ 'મંત્રો' જાણવા માટે જોડાયેલા રહો Health Mantra Daily સાથે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો