"વેકેશનમાં બાળકો નું રાખો ખાસ ધ્યાન."

 

      વેકેશન એટલે બાળકો માટે મોજ- મસ્તી કરવા ના દિવસો.પણ આ દિવસો વાલીઓ માટે પડકાર રૂપ સાબિત થાય છે. ઉનાળા ના દિવસો અને બાળકો આખો દિવસ ઘરે જ હોય,ત્યારે તડકા માં બહાર ના નીકળે અને લૂ ના લાગે તેનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. 

 વેકેશન શરૂ થતા ની સાથે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. બાળકો શારીરિક અને માનસિક રીતે એકદમ રિફ્રેશ થઈ જાય છે. પણ ઉનાળામાં બાળકોનું ધ્યાન કઈ રીતે રાખવું અને બાળકોને કઈ રીતે લૂ થી બચાવવા તે જાણીએ, 'હેલ્થ મંત્ર ડેઇલી' માં.

   ૧ .ઉનાળાથી શરૂઆત થતા બાળકોને ડીહાઇડ્રેશન થી બચાવવા ખૂબ જ જરૂરી છે. તે માટે બાળકો ને થોડી -થોડી વારે પાણી આપવું .તરબૂચ, ટેટી અને કાકડી આપવી,આમા પાણી નું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. 

    ૨ .નાળીયેર પાણી ,લીંબુ પાણી, વરિયાળીનું શરબત અને તાજી છાશ પણ બને એટલા વધુ આપવા. જેથી બાળક ને ડીહાઇડ્રેશન થી બચાવી શકો. 

    ૩ . ઉનાળા માં બાળકોને ઘરે બનાવેલા તાજો ખોરાક જ આપવો જોઈએ. તળેલો અને વધારે ગરમ મસાલા વાળો ખોરાક બાળકો ને આપવો જોઈએ નહી. 

    ૪ .વેકેશન તો બાળકો ની  મોજ-મસ્તી  અને ખેલકૂદ માટે જ હોય છે. એટલે બાળકો ને સાંજના સમયે બાળકો ને બહાર રમવા માટે મોકલવા જોઈએ .ખેલકૂદ થી બાળકો નો શારીરિક વિકાસ ઝડપ થી થાય છે. 

   ૫ . ઉનાળામાં બાળકોને હંમેશા કોટન ,આછા રંગ ના જ કપડા પહેરાવા જોઈએ .ત જેથી તડકો ઓછો લાગે ,અને જ્યારે પણ બાળકો બહાર નીકળે ત્યારે ટોપી જરૂર થી પહેરાવી. 

   ૬ . વેકેશનમાં બાળકોને કંઈક નવું શીખવાનું ખૂબ જ સારો એવો મોકો હોય છે. વેકેશનમાં બાળક ચિત્ર કામ છે ,સંગીત અથવા જેને તરવાના શોખ હોય તે સ્વિમિંગ પણ શીખી શકે છે અને ઘણા એવા કામ છે જે વેકેશનમાં શીખી શકે છે.બાળકને તેના શોખ પ્રમાણે કંઈક ને કંઈક નવું શીખવાડવું જ જોઈએ.

    ૭ . બાળકને નાનપણથી જ તેને થોડી થોડી જવાબદારીઓ શીખવાડવી પડે. વેકેશનમાં બાળક પોતાનો રૂમ સાફ કરે ,પુસ્તકો વ્યવસ્થિત રાખવા,  કપડા પણ સરખા કરી ને ગોઠવવા જેવા કામમાં મદદ કરી શકે છે. બાળકને ક્યારેક રસોઈ ના કામમાં પણ નાની મોટી મદદ કરવા માટે કહી શકાય. જેથી ભવિષ્યમાં બાળકને અભ્યાસ માટે બહાર જવાનું થાય તો કોઈપણ જાતની તકલીફ ના રહે.

   ૮ . વેકેશનમાં બાળકને બને તેટલો સ્ક્રીનથી દૂર રાખવું જોઈએ. અને જો બાળકોને ફોન આપો છો તો ધ્યાન રાખવું જોઈએ કે, તેમાં તે કેવા પ્રકારના વિડીયો જોવે છે. કાર્ટુન વિડીયો જોવાના બદલે તે શૈક્ષણિક અથવા કોઈ વૈજ્ઞાનિક પ્રવૃતી ના વિડિયો જોવે તેને ધ્યાન રાખવું જોઈએ.વેકેશન માં એવો પણ નિયમ બનાવો કે ૩૦ મિનિટ વાચે પછી  ૩૦ મિનિટ માટે ફોન આપો. 

 વાલીઓ માટે ખાસ નોંધ : બાળકો જેવું જોવે તેવું જ કરે છે. તમે વધારે સમય મોબાઈલ પર વિતાવશો,તો બાળકો પણ એવું જ કરશે. 

   

ટિપ્પણીઓ