 |
| ઉનાળા માં ઘટાડો એકદમ સરળ રીતે વજન |
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે .ગરમી પણ એકદમ વધી ગઈ છે. મોટાભાગ ના લોકોને લાગે છે ,કે ઉનાળામાં વજન ઘટાડો એકદમ અઘરું હોય છે. પરંતુ હકીકત એ છે કે ઉનાળોએ વજન ઘટાડવા માટે નો 'ગોલ્ડન ટાઈમ' છે. તો આવો જાણીએ ઉનાળામાં વજન ઘટાડવાની સાચી રીત 'હેલ્થ મંત્ર ડેઇલી' બ્લોગ સાથે.
૧. પાણી: ઉનાળામાં વજન ઘટાડો માટે સૌથી ઉપયોગી છે પાણી. ઉનાળામાં ગરમીના કારણે આપણ ને તરસ વધારે લાગે છે. અને ભૂખ લાગી ઓછી લાગે છે. વધારે પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેથી વજન પણ ઝડપથી ઘટી શકે છે.
૨. ઉનાળુ ફ્રુટ્સ: ઉનાળામાં મળતા ફ્રુટ્સમાં ૮૦ % થી ઉપર પાણી હોય છે.ખાસ કરીને તરબૂચ અને શક્કરટેટીમાં વધારે પડતું પાણી હોય છે. આ ફ્રુટ્સમાં કેલરી ઓછી હોય છે .અને ફાઇબર વધારે હોય છે .જે આપણા પેટને વધારે સમય સુધી ભરેલું રાખે છે . તેથી પણ ઓછી લાગે છે . કાકડીમાં પણ સારા એવા પ્રમાણમાં પાણી હોય છે. તેને આપણે સલાડ માં ખાઈ શકાય છે. આ પ્રકારનો ખોરાક ખાવાથી આપણે ડીહાઇડ્રેશનથી પણ બચી શકાય છે.
૩. ઉનાળામાં કસરત કરવા માટેનો સાચો સમય: ઉનાળામાં બને તેટલી વહેલા સવાર માં જ કસરત કરવી જોઈએ. ઉનાળામાં સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીનો સમય યોગા ,કસરત અને વોકિંગ કરવા માટેનું શ્રેષ્ઠ સમય છે. તડકામાં કસરત કરવાથી શરીર માંથી પાણી ઓછું થાય છે. તેના કારણે ચક્કર પણ આવી શકે છે. ઉનાળામાં સ્વિમિંગ એ એક ઉત્તમ કસરત છે. તેનાથી આપણે આખા શરીર નો વર્કઆઉટ થાય છે .અને સ્વિમિંગ કરવાથી ગરમી પણ ઓછી લાગે છે.વજન પણ ઝડપ થી ઘટે છે.
 |
| ઝડપથી વજન ઘટાડવા નો સરળ ઉપાય |
૪. સ્વાસ્થ્યવર્ધક પીણા: નાળિયેર પાણીથી ત્વચામાં ચમક આવે છે .અને કિડની પણ માટે ઉત્તમ છે. અને તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. લીંબુ પાણી પણ વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. લીંબુ શરબતમાં ખાંડની જગ્યાએ મધ ઉમેરીને પીવામાં આવે તો વજન ખૂબ ઝડપથી ઘટે છે . ઉનાળામાં લીંબુ પાણી પીવાથી ગરમીમાં પણ રાહત મળે છે. અને તેમાં 'વિટામિન c' પણ સારી એવી માત્રામાં હોય છે. ઉપરાંત છાશ ,વરીયાળી પાણી ,અને કોકમ શરબત પણ ઉનાળામાં ઉત્તમ પીણાં છે.
૫. સંતુલિત આહાર : ઉનાળાની ઋતુમાં પાચન શક્તિ થોડી નબળી પડી જાય છે .જેના કારણે તાજો અને હળવો ખોરાક જ લેવો જોઈએ .તીખો તળેલો અને મસાલાવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ઉનાળામાં ફાઇબરથી ભરપૂર હોય તેવા ફ્રુટ્સ અને ખોરાક લેવો જોઈએ. સવાર માં ફણગાવેલા કઠોળ અથવા ઓટ્સ નાસ્તા માં લેવા જોઇએ, જેનાથી પેટ ભરેલું રહે છે. અને ભૂખ ઓછી લાગે છે, અને વજન ઘટાટવા માં પણ મદદરૂપ થાય છે.
• ઉનાળા ના દિવસોમાં ઓછામાં ઓછું ૪ થી ૫ લિટર પાણી પીવું જોઇએ . સાદા પાણીમાં લીંબુ, ફુદીનો કે કાકડી નાખીને 'ડિટોક્સ વોટર' બનાવી શકો છો, જે ચરબી બાળવામાં ઉપયોગી સાબિત થાય છે.
• બજારમાં મળત ઠંડા પીણાં અને પેકેટ જ્યુસ માં ખાંડ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી વજન ખૂબ ઝડપથી વધે છે .તેના બદલે દેશી પીણાં જેવા કે છાશ,નાળિયેર પાણી ,લીંબુ પાણી અથવા 'ડિટોક્સ વોટર' પીવાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે
• ઉનાળામાં રાત ટૂંકી હોય છે, અને દિવસ લાંબો હોય છે. તેથી ખાવા-પીવાના સમય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. રાત્રે બને તેટલું હળવું અને વહેલું જમી લેવું જોઇએ.
• જમવાના અડધા કલાક પહેલાં પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે ભૂખ ઓછી લાગવાના કારણે આપણે કેલેરી પણ કંટ્રોલ કરી શકીએ છીએ.
Disclaimer: 'હેલ્થ મંત્ર ડેઈલી'માં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે કોઈ પણ પ્રકાર ના ઉપાયો કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો