આખા દિવસની દોડધામ અને કામકાજ પછી જ્યારે રાત્રે આપણે સુવા જઈએ છીએ, ત્યારે ઘણા લોકોને પગના તળિયામાં અતિશય બળતરા થાય છે. એ બળતરા ઘણી વખત એટલી વધી જાય છે, કે રાતે ઊંઘ પણ નથી આવતી. તો આ બળતરાને શાંત કરવાના ઉપાયો મેળવીશું આપણે 'હેલ્થ મંત્ર ડેયલી' સાથે.
પગના તળિયામાં બળતરા થવાના કેટલાક મુખ્ય કારણો.
૧. વિટામીન ની ખામી : વિટામીન B12 અને વિટામીન B6 ની કમી નસોની કાર્યક્ષમતા ઘટાડે છે. તેના કારણે તળિયામાં સતત બળતરા થયા કરે છે.
૨. થાઈરોડની સમસ્યા : જ્યારે થાઇરોડની ગ્રંથિ સાવ ઓછી સક્રિય હોય, ત્યારે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ સંતુલિત રહેતું નથી. આવા સમયે પગની નસો પર દબાણ આવવાના કારણે પગમાં બળતરા અથવા ઝણઝણાટી જેવુ થાય છે.
૩. લોહીનો પરિભ્રમણ : પગની નસોમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું ન હોય તો, સ્નાયુઓ અને કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના લીધે ખાસ રાત્રે સૂતી વખતે તળિયામાં ખૂબ જ બળતરા થાય છે.
૪. ડાયાબિટીસ : આ પગના તળિયામાં બળતરા થવાનું સૌથી મોટું કારણ છે. શરીરમાં બ્લડ સુગર વધારે સમય સુધી રહે તો, પગની છીણી નસોની નુકસાન થાય છે. આના કારણે પગમાં બળતરા થાય છે. અને ખાલી પણ ચડે છે.
પગના તળિયામાં થતી બળતરા શાંત કરવાના અસરકારક ઉપાયો.
૧. પગના તળિયામાં તલના તેલથી માલિશ કરવું. : રાત્રે સુતા પહેલા પાણીથી પગ ધોઈ લેવા, પછી તલના તેલથી હળવા હાથે ૧૦ થી ૧૫ મિનિટ સુધી માલિશ કરો .માલિશ કરવાથી બળતરા શાંત થાય છે. અને પગ ને ઠંડક મળે છે.
૨. ઠંડા પાણીનો ઉપાય : એક ટબમાં ઠંડુ પાણી લો. (બરફવાળું પાણી લેવું નહીં) ઠંડા પાણીમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પગ ડુબાડીને રાખો. આ ઉપાય કરવાથી બળતરામાં તરત આરામ મળે છે.
૩. મહેંદી નો લેપ : મહેંદીના પાવડરમાં થોડું પાણી ભેળવી અને લેપ જેવું તૈયાર કરો. પછી આ લેપને તળિયા પર લગાવો. આ લેપ લગાવવાથી પગના તળિયામાં થતી બળતરામાં ખૂબ જ રાહત મળે છે.
૪. દુધીનો પ્રયોગ : દુધીની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. દૂધીને છીણીને પગ ના તળિયા પર થોડી વાર રાખવાથી તળિયામાં ખૂબ જ ઠંડકનો અનુભવ થાય છે. અને તળિયામાં થતી બળતરા પણ શાંત થાય છે.
૫. એલોવેરા જેલનો ઉપયોગ : તાજી એલોવેરા જેલને પગના તળિયા પર માલિશ કરવાથી ઠંડક મળે છે. અને પગમાં થતી બળતરા પણ ઓછી થાય છે.
જીવનશૈલીમાં બદલાવ
• ભરપૂર પાણી પીવો : દિવસ દરમિયાન ખૂબ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખો. જો શરીરમાં પાણીની કમી નહીં હોય તો પગના તળિયામાં બળતરા થવાની શક્યતા ઘણી ઘટી જાય છે. દિવસમાં છાશ, નાળિયેર પાણી, લીંબુ શરબત અને વરિયાળી શરબત જેવા દેશી પીનાનો સમાવેશ કરવો.
• સંતુલિત આહાર : જમવામાં લીલા શાકભાજી, દૂધ અને ફળોનો ઉપયોગ કરો. વિટામીન્સ અને પ્રોટીન વાળા ખોરાકનો ઉપયોગ વધુ કરવો. તીખા, તળેલા અને મસાલેદાર ખોરાકથી દૂર રહો.
Disclaimer : આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. આમાં દર્શાવેલા ઘરેલું ઉપચારોનો ઉપયોગ કરતા પહેલા અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યા માટે હંમેશા લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો