ઉનાળા માં રાત્રે સારી ઊંઘ નથી આવતી ? તો અપનાવો દેશી ઉપાય.

 

ઉનાળા માં પુરતી ઊંઘ માટે અપનાવો દેશી ઉપાય 

    ઉનાળાની ઋતુમાં રાતે સારી ઊંઘ નથી આવતી એ એક સામાન્ય બાબત છે. બપોરના સમયે લૂ વરસતી હોય છે ,અને રાત્રે પણ તાપમાન ઘણું તો ઊંચું હોય છે.જેનાથી પરસેવો ખૂબ જ થાય છે અને કલાકો સુધી પથારીમાં પડ્યા રહેવા છતાં ઊંઘ નથી આવતી એવું બની શકે છે. તો આજે આપણે જાણીશું 'હેલ્થ મંત્ર ડેઈલી'માં ઉનાળામાં રાત્રે સારી ઊંઘ કઈ રીતે મેળવવી એ માટેના દેશી ઉપાયો.

૧. પગના તળિયે ગાયને શુદ્ધ ઘીથી માલિશ કરવું.

  • ગાયના શુદ્ધ ઘી થી પગના તળિયે માલિશ કરવું એક ઉત્તમ ઉપાય છે. આયુર્વેદની ભાષામાં આ ઉપાય ને 'પાદાભ્યંગ' કહે છે. સૌપ્રથમ તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ અને કોરા કરી લો. પછી બંને પગના તળિયે ગાયનું ઘી લગાડી હળવા હાથે ૫ થી૧૦ મિનિટ મસાજ કરો.

  • ગાયના શુદ્ધ ઘીથી માલિશ કરવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી ખેંચાઈ જાય છે.અને  પગના તળિયામાં થતી બળતરા પણ આરામ મળે છે.

  • ગાય ના ઘી ની માલિશ કરવાથી મગજ શાંત થાય છે અને ગાંઠ નિંદ્રા પણ આવે છે.

 ૨. સુતરાઉ કપડાં પહેરવા.

 • સુતરાઉ કપડાં પહેરવાથી શરીરને પૂરતી હવા મળી રહે છે .જેથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે.

 • સુતરાઉ કપડાં એકદમ નરમ હોય છે. તે શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે.જેથી આપણે ઉનાળામાં સારી ઊંઘ પણ મળી રહે છે.

 • સુતરાઉ કપડા પરસેવો ઝડપથી લે છે,જેના કારણે આપણને ફંગલ ઇન્ફેક્શન અને શરીર પર ખંજવાળ આવતી નથી.

ઉનાળા ની ગરમીથી બચાવા માટે નો શ્રેષ્ઠ ઉપાય 

૩. ગુલકંદ યુકત  દૂધ.

 • ગુલકંદ વાળુ એ દૂધ ઉનાળામાં સારી નિંદ્રા માટે રામબાણ ઈલાજ છે. આ દૂધ પીવાથી મન અને મગજ બંને શાંત રહે છે.

 • રીત: એક ગ્લાસમાં ઠંડુ અથવા હૂંફાળું દૂધ લો .તેમાં એક મોટી ચમચી ગુલકંદ સારી રીતે મિક્સ કરો .રાત્રે સૂવાના અડધા કલાક પહેલા ગુલકંદ વાળું દૂધ પીવું.

 • ગુલકંદની તાસીર ઠંડી હોય છે. તે પીવાથી પેટમાં થતી બળતરા મટે છે .અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

 • દૂધમાં રહેલા તત્વો અને  ગુલકંદ મળીને આપણા શરીરને એક અનોખી ઠંડક આપે છે. જેનાથી અનિંદ્રા જેવી સમસ્યાથી છુટકારો મળે છે. અને ઉનાળામાં થતી બેચેની દૂર કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે.

 • કુદરતી વાતાવરણ આ ગાંઠ નિંદ્રા માટે સૌથી સરળ અને સચોટ ઉપાય છે. જો શક્ય હોય તો ખુલ્લા આંગણામાં અથવા અગાસી ઉપર સુવાથી શરીરને ઠંડક પણ મળશે અને સારી ઊંઘ પણ આવશે .

 ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ ઘરેલુ ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.


ટિપ્પણીઓ