મુખ્ય સામગ્રી પર જાઓ
શું તમારૂ પેટ વારંવાર બગડે છે? તો જોણો આંતરડા નબળા થવાના મુખ્ય કારણો અને તેના ઈલાજ
આપણા શરીરની તંદુરસ્તી મોટાભાગે આપણા આંતરડા પર જ આધારિત છે. આંતરડાને શરીરનું બીજું મગજ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે જાણીશું આંતરડા નબળા થવાના મુખ્ય કારણો અને તેનો ઈલાજ. શું તમારૂ પેટ પણ વારંવાર બગડે છે. તો આજની આ માહિતી ખાસ તમારા માટે જ છે.
૧. આંતરડામાં ગડબડ હોવાના મુખ્ય લક્ષણો.
• પેટનું વારંવાર બગાડવું એ આંતરડાની ગડબડ હોવાનું મુખ્ય લક્ષણ છે.
• કાયમી કબજિયાત રહેવી કે પછી વારંવાર ઝાડા થઈ જવા.
• ગેસ થઈ જવું અથવા પેટ ભારે લાગવું અને વારંવાર ખાટા ઓડકાર આવવા.
• મોં પર વધુ પડતા ખીલ નીકળવા, ત્વચા પર ખંજવાળ આવે અથવા કોઈ એલર્જી થવી.
• મોંમાંથી અથવા શ્વાસ માંથી ખરાબ ગંધ આવવી.
૨. આંતરડા નબળા પડવાના મુખ્ય કારણો.
• મેંદામાંથી બનેલી વસ્તુનો વધુ પડતો ઉપયોગ એ આંતરડા નબળા પડવાનો મુખ્ય કારણ છે.
• વધુ પડતો ગુસ્સો કે પછી વધુ પડતા તનાવનાં કારણે શરીર એવા હોર્મોન્સ છોડે છે. જેના કારણે પાચન ક્રિયા મંદ થઈ જાય છે.
• સવારે મોડા ઉઠવું અને રાત્રે મોડા સુધી જાગવું.એનાથી શરીરનું સંતુલન બગડે છે . અપૂરતી ઊંઘ કારણે પાચક રેસા બરાબર બનતા નથી, જેનાથી આંતરડા નબળા પડે છે.
• વધારે પડતી એન્ટિબાયોટિક્સ દવા અને પેઇન કિલરના ઉપયોગથી પણ પેટના આંતરડા નબળા પડી શકે છે.
• પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું, એ પણ આંતરડા નબળા પડવાનું કારણ હોઈ શકે છે. કારણ કે શરીરમાં પાણીની અછત હોવાથી આંતરડા ખોરાકમાંથી પોષક તત્વો યોગ્ય રીતે શોષી શકાતા નથી.
• જમ્યા પછી તરત બેસી રહેવું, કે સુઈ જાવ જવાના લીધે આંતરડાની મુવમેન્ટ કુદરતી રીતે ધીમી પડી જાય છે. અને ખોરાક લાંબા સમય સુધી પેટમાં સડે છે.
૩. આંતરડાને સ્વસ્થ રાખવાના અસરકારક ઉપાયો.
• ભોજનમાં આખા અનાજ એટલે કે ફણગાવેલા કઠોળ અને લીલા શાકભાજીનો વધુ પડતો ઉપયોગ કરો.
• રાત્રે તાંબાના લોટામાં પાણી ભરીને રાખો. સવારે નરણા કોઠે પાણી પીવો.આ પાણી આંતરડા માટે ડીટોક્સ નું કામ કરે છે.
• લસણ, ડુંગળી, સફરજન, ઓટ્સ અને કેળાં જેવો ખોરાક આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ પૂરું પાડે છે. જેથી શરીરની પાચનશક્તિ વધે છે.
• ફાઇબર એ આંતરડા માટે કુદરતી રીતે સ્ક્રબનું કામ કરે છે. જેથી ફળોના જ્યુસ પીવાના બદલે ફળોને ચાવીને ખાવા જોઈએ. જેથી આપણા શરીરને પૂરતી માત્રામાં ફાઇબર મળી રહે.
• જમીને તરત પાણી પીવું જોઈએ નહીં. જમીને ૪૫ મિનિટ પછી પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન ૪ થી ૫ લીટર જેટલું પાણી પીવાથી આંતરડા મજબૂત અને સાફ રહે છે.
• આંતરડાની સફાઈ માટે અઠવાડિયામાં ૨ થી ૩ વખત રાતે સુતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ હુફાળા ગરમ પાણી સાથે પીવું જોઈએ.
• હંમેશા જમ્યા પછી ૧૦ થી ૧૫ મિનિટ માટે વજ્રાસન માં બેસો. સવારમાં ૧૦ મિનિટ સુધી ઝડપથી ચાલવું અને પ્રાણાયામ કરવો જોઈએ.
• પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. રાત્રે ૭ થી ૮ કલાક ની ઊંઘ લેવાથી આંતરડા પોતાની જાતને કુદરતી રીતે રીપેર કરી શકે છે.
ઉપયોગી ટિપ્સ : અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો અથવા હળવો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. આ દિવસ દરમિયાન આંતરડાની કુદરતી રીતે સફાઈ કરવાનો અને આરામ કરવાનો પૂરતો સમય મળી રહે છે.
Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ ઉપાય, ડાયેટ અથવા લાઈફસ્ટાઈલના ફેરફારોને તમારા જીવનમાં અપનાવતા પહેલાં એક પ્રમાણિત ડૉક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાત (Physician) ની સલાહ ચોક્કસ લેવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો