શું તમે પણ કેરી ખાતી વખતે રાખો છો, આટલી સાવધાની?

 

શું તમે પણ રાખો છો, કેરી ખાતી વખતે સાવધાની

           ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ કેરી પણ આવી ગઈ છે.  આજે જાણીશું કેરી વિશે મૂંઝવતા પ્રશ્નોના જવાબો. કેરી ને કેટલા સમય સુધી પાણી માં પલાળી ને રાખવી ? કેમ ? અને કેરી ખાવા ના ફાયદા.

  • કેરીએ વિટામિન્સ અને મિનરલ્સ નો ખૂબ મોટો ખજાનો છે .એક કપ કેરીમાંથી આપણને લગભગ ૬૦ % જેટલું 'વિટામિન c'મળી રહે છે. કેરીમાં વિટામિન A, વિટામિન E, વિટામિન K, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક  તત્વો હોય છે. આ બધા પોષક તત્વો આપણા શરીરના જુદા-જુદા અંગોને કાર્યરત રાખવા માટે જરૂરી હોય છે.

  • કેરી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. કેરીમાં રહેલા વિટામિન Aઅને C આપણી ઈમ્યુનિટીને  મજબૂત બનાવે છે. આપણા શરીરને ચેપી રોગો થી રક્ષણ આપે છે .અને કોષોને થતું નુકસાન અટકાવે છે.

  • કેરીમાં 'વિટામીન A'ખૂબ સારા પ્રમાણમાં હોય છે .જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને કેરીમાં રહેલું 'વિટામિન C'એ ત્વચા માટે વરદાન સમાન હોય છે .તે ચહેરા પરની કરચલીઓ હટાવે છે,અને ત્વચામાં કુદરતી ચમક લાવે છે .

  • એવી પણ લોકમાન્યતા છે. કે કેરી ખાવાથી પેટ ખરાબ થાય છે .પણ જો કેરી મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો પાચન સુધારે છે. કેરીમાં રહેલા ફાઈબરથી જૂની કબજિયાતમાં પણ ઘણા ફાયદો થાય છે.

કેરી ખાતા પહેલા ૨ કલાક પલાળવી જોઈએ 

     આવો જાણીએ કેરીને ખાતા પહેલા ૨ થી ૩ કલાક પાણીમાં શું કામ પલાળવી જોઈએ?

  • કેરીમાં કુદરતી રીતે ફાઈટિક એસિડ હોય છે .જેના કારણે  આપણા શરીરમાં ગરમી પેદા થાય છે. જો આપણે કેરીને ૨ કલાક માટે પાણીમાં પલાળી રાખે તો ,એસિડ બહાર નીકળી જાય છે .અને આપણા શરીરમાં ગરમી પેદા થતી નથી.

  • આધુનિક યુગમાં કેરી પકાવવા માટે કેમિકલ નો ઉપયોગ હોય છે . જો કેરીને આપણે ૨ થી ૩  કલાક પાણીમાં સારી રીતે પલાળી રાખવા થી કેમિકલની અસર ઓછી થઈ જાય છે. અને આપણા શરીરમાં કોઈ કેમિકલની કોઈ આડઅસર પણ થતી નથી.

  • ઘણા લોકોને કેરી ખાવાથી ખીલ અથવા તો શરીર પર ગરમી નીકળતી હોય છે, પણ જો કેરીને ૨ કલાક માટે પલાળી અને પછી ઉપયોગ માં લેવાનું રાખે તો તેને આ સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.ૌ

   કેરી ખાતા પહેલા રાખો ખાસ સાવધાની.

  • કેરી ને રાત્રે સુતા પહેલા ખાવાનું ટાળવું જોઈએ.કેરીને રાત્રે સૂતા પહેલા ખાવાથી પાચનતંત્ર ઉપર  અસર કરી શકે છે.  દિવસ દરમિયાન કેરી ખાવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

  • કેરીમાં કુદરતી રીતે સુગર હોય છે .ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખુબ જ મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ .અથવા તો ડોક્ટર ની સલાહ મુજબ જ ખાવી જોઈએ.

  • આયુર્વેદ મુજબ જો કેરી પાકી અને મીઠી હોય,તો જ તેને દૂધ સાથે ખાઈ શકાય એટલે કે મેંગો શેક બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે .જો કેરી ખાટી હોય તો તેને સાથે દૂધ લેવું હિતાવવા નથી. ખાટી કેરી ને દૂધ સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે. તેનાથી ચામડીના રોગ થઈ શકે છે.

     ખાસ નોંધ: આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ જાતિ ગંભીર બીમારી માટે ડોક્ટરની સાલાહ લેવી આવશ્યક છે.

  

ટિપ્પણીઓ