હેલ્દી લાઈફ સ્ટાઈલ : સુખી અને નીરોગી જીવન જીવવાની ચાવી.

આજના આ આધુનિક યુગમાં આપણે ભૌતિક સુખ અને સાધનો પાછળ આંધળી દોટ મૂકીએ છીએ. તેમાં આપણે આપણી સાચી સંપત્તિ એટલે કે સ્વાસ્થ ને તો ભૂલી જ ગયા છીએ. જ્યારે આપણું શરીર જ આપણો સાથ નહીં આપે, ત્યારે આ ભૌતિક સાધનો અને સુખ શું કામ આવશે ?
આપણામાં જૂની કહેવત છે ને, કે"પહેલું સુખ તે જાતે નર્યા". સુખી અને નિરોગી જીવન જીવવા માટે આપણે માત્ર યોગ્ય અને નિયમિત  જીવનશૈલી જીવવાની જરૂર છે. તો એના માટે આજે આપણે જાણીશું હેલ્થ મંત્ર ડેઇલી બ્લોગમાં હેલ્ધી લાઈફ  સ્ટાઈલ એટલે કે સુખી અને નિરોગી જીવનની ચાવી વિશે.

હેલ્ધી લાઈફ સ્ટાઈલ
 

૧. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું .

• આપણા આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો એક વિશેષ મહત્વ છે. સૂર્ય ઊગે તે પહેલાંના સમયને બ્રહ્મ મુહૂર્ત કહે છે. આ સમયમાં ઓક્સિજન નું પ્રમાણ સૌથી વધુ અને શુદ્ધ હોય છે

• સવારે વહેલા ઊઠવાનો ફાયદો : વહેલા ઉઠવાથી  દિવસના કાર્યો આયોજનબદ્ધ કરવા માટે પૂરતો સમય મળે છે. જેથી મન શાંત રહે છે. અને માનસિક તનાવ પણ અનુભવાતો નથી. શરીરને સારા  પ્રમાણમાં  શુદ્ધ ઓક્સિજન પણ મળી રહે છે.

૨. ઉષા:પાન કરવું.

• સવારે ઉઠતા જ ખાલી પેટ ૧ થી ૨ ગ્લાસ પાણી પીવાની આદત રાખો.

• રોજ રાતના ત્રાંબાના એક ગ્લાસમાં પાણી ભરીને રાખો. સવારે ઉઠીને, નરણા કોઠે એ પાણી પી જવું. તાંબાના ગુણો પાણીમાં ભળી જાય છે.આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી કચરો બહાર નીકળી જાય છે. અને પાચનતંત્ર મજબૂત બને છે. 

૩. નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ.

• દરરોજ ઓછામાં ઓછી ૩૦ થી ૪૫ મિનિટ જેટલો સમય વ્યાયામ માટે કાઢવો જોઈએ. રોજ ઓછામાં ઓછા ૮,૦૦૦ પગલા જેટલું ચાલવું જ જોઈએ. દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે હળવો વ્યાયામ કરવો જોઈએ. 

• શરીરને ખાલી શારીરિક જ નહીં, પણ માનસિક રીતે પણ સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે. અને માનસિક સ્વાસ્થ્ય માટે અનુલોમ-વિલોમ અને કપાલભાતિ જેવા પ્રાણાયામ જરૂરથી કરવા જોઈએ. તે આપણા શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરે છે.

૪. પૌષ્ટિક અને સંતુલિત આહાર. 

• આપણા રોજિંદા ભોજનમાં ઘરમાં બનતી શુદ્ધ વાનગીઓ, લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા મોસમી ફળો, અંકુરિત કઠોળ જેવા કે ચણા, મઠ ,મગ અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. રોજ ના ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવું જોઈએ જેથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે.

• આયુર્વેદ પ્રમાણે ભોજન હંમેશા શાંતિથી અને ચાવી-ચાવીને કરવું જોઈએ. જમતી વખતે મોબાઈલ કે ટીવીથી દુર રહેવું જોઈએ. અને જમ્યા પછી તરત જ વધારે પડતું પાણી પીવું જોઈએ નહીં, કારણ કે તે જઠરાગ્નિને શાંત કરી દે છે અને પાચન બગાડે છે. જમ્યા ના અડધા કલાક પછી જ પાણી પીવાની આદત રાખો.

૫. પૂરતી અને ગાંઠ ઊંઘ.

• આજના ડિજિટલ યુગમાં મોડી રાત સુધી જાગવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. કારણે કે દિવસભરના થાક પછી શરીર અને મગજ માટે ૭ થી ૮ કલાકની ગાઢ અને શાંત ઊંઘ ખૂબ જ જરૂરી છે.

• અપૂરતી ઊંઘને કારણે સ્વભાવ ચીડિયો થઈ જાય છે. શરીરમાં નબળાઈ અનુભવાય છે. અને માનસિક તણાવ પણ વધે છે. હંમેશા રાત્રે સૂવાના ૧ કલાક પહેલાં મોબાઈલ અને ટીવી સ્ક્રીનથી દૂર રહેવાની આદત પાડવી જોઈએ.

૬. સકારાત્મક વિચારો અને માનસિક સ્વાસ્થ્ય.

• અઠવાડિયામાં એકવાર જરૂરથી પરિવાર સાથે સમય વિતાવો. કોઈ શાંત જગ્યાએ જાવ, ખુલ્લા વાતાવરણમાં ફરો. કોઈ સારા સામાજિક કાર્ય કરો. જેથી મને શાંતિ મળે અને સકારાત્મક વિચારો આવે.

• દરરોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલા ૧૦ થી ૧૫ મિનિટ સુધી શાંત જગ્યાએ બેસીને ધ્યાન ધરો. જેનાથી મનની એકાગ્રતા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.મન શુદ્ધ થાય અને માનસિક શાંતિ મળે.

સુખી અને નિરોગી જીવન માટે ખૂબ જ જરૂરી બાબતો:

• દરરોજ સવારે ઊઠીને હળવું નવશેકું પાણી પીવું જેનાથી શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી વધે છે.

• દરરોજ ૧૦ થી ૧૫ મિનિટ યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે. અને એકાગ્રતા વધે છે.

• બને તેટલો ખાંડ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો.આમ કરવાથી શરીરની અનેકબીમારીઓ દૂર થાય છે.

• હંમેશા રાત્રે હળવો ભોજન કરવું જોઈએ. જેથી ઝડપથી પચી જાય અને ઊંઘ પણ સારી આવે.

આપણી તંદુરસ્તી એ આપણા પોતાના હાથમાં છે. આજે જ એક સંકલ્પ કરીએ અને નિરોગી જીવન તરફ પહેલું કદમ આગળ વધારીએ. તંદુરસ્ત શરીર જ લાંબા અને સુખી જીવનનો સાચો પાયો છે!

Disclaimer : આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે. તે કોઈ પણ વ્યાવસાયિક તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા અથવા આહાર અને જીવનશૈલીમાં મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા પ્રમાણિત નિષ્ણાતની સલાહ અચૂક લો.






ટિપ્પણીઓ