આજની દોડધામ ભરી જિંદગી અને ખોટી લાઈફસ્ટાઈલ ના કારણે નાની ઉંમરમાં જ લોકો અનેક ગંભીર બીમારીઓના ભોગ બની રહ્યા છે. આવી પરિસ્થિતિ માં શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે યોગ . તો આજે આપણે હેલ્થ મંત્ર ડેઇલી માં જાણીશું રોજ ફક્ત ૧૫ મિનિટ યોગ કરવાથી મળતા આશ્વર્યજનક ફાયદાઓવિશે.
યોગ એટલે શું ? ઘણા લોકોના મનમાં વિચાર આવતો હશે કે યોગ એટલે અઘરા આસનો કરવા. પણ હકીકત એ નથી યોગ એટલે તન અને મનને જોડવા માટે કરવામાં આવતા આસનો. યોગ કરવાથી શારીરિક અને માનસિક રીતે શાંતિ મળે છે. તો આપણે સૌ ભેગા મળીને આ યોગ દિવસ પર સંકલ્પ લઈશું, કે રોજ ૧૫ મિનિટ યોગા કરીશું.
રોજ સવારે ફક્ત ૧૫ મિનિટ યોગ કરવાના અદભુત ફાયદાઓ.
૧. શરીરમાં એનર્જી લેવલ વધે અને તાજગીનો અનુભવ થાય :
• જો તમારે ઓફિસમાં, દુકાને અથવા કોઈ કારણોસર આખો દિવસ બેસી રહેવાનું થતું હોય અને સ્નાયુઓ અકડાઈ જતા હોય તો, યોગ કરવાથી શરીર રચેલું બને છે. અને કરોડરજ્જુ મજબૂત બને છે. અને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે.
૨. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
• નિયમિત રીતે યોગ (અનુલોમ-વિલોમ) કરવાથી શરીરની ઓક્સિજન લેવલ વધે છે. જેના કારણે આપણા શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.અને બદલાતી ઋતુમાં થતા વાયરલ ઇન્ફેક્શન અને રોગ સામે રક્ષણ મળે છે.
૩. પાચનશક્તિ માં સુધારો થાય છે.અને વજન પણ કાબુમાં રહે.
• દરરોજ વજ્રાસન અને પવનમુક્તાસન જેવા આસનો કરવાથી પેટની સમસ્યા જેવી કે ગેસ, એસીડીટી અને કબજિયાતમાં ઘણી રાહત મળે છે. શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. અને વજન પણ કાબુમાં રહે છે.
૪. ચિંતા અને માનસિક તનાવ માંથી છુટકારો મળે.
• આજની આ દોડધામ ભરી જિંદગીમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે માનસિક તનાવ જરૂર અનુભવતો હોય છે. જો હંમેશા ૧૫ મિનિટ માટે ધ્યાન અને પ્રાણાયામ કરવામાં આવે તો, માનસિક તણાવ માંથી છુટકારો મળે છે.નકારાત્મક વિચારો દૂર થાય છે અને મન શાંત રહે છે.
૫. હૃદય ને સ્વસ્થ રાખવા અને બ્લડપ્રેશર માટે ઉત્તમ.
• દરરોજ યોગ કરવાથી બ્લડસર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) સારું રહે છે. જેનાથી હૃદય સારું રહે છે. અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
યોગાસન શરૂ કરવા માટે સરળ આસન : સૂર્ય નમસ્કાર.
સૂર્ય નમસ્કાર કરવાના ફાયદાઓ .
૧. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી લોહીનો પરિભ્રમણ વધે છે. જેનાથી માનસિક તણાવ દૂર થાય છે. અને મનને શાંતિ મળે છે.
૨. રોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટની ચરબી જલ્દીથી ઓગળે છે. અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
૩. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના બધા જ સાંધાઓ અને સ્નાયુઓ મજબૂત બને છે.
૪. નિયમિત ગણેશ સૂર્ય નમસ્કાર કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેના કારણે ચહેરા પર કુદરતી ચમક આવે છે.
• યોગાસન કરવાની શરૂઆત કરતાં શરીર પર વધારે દબાણ ન લાવવું .ધીમે ધીમે ક્ષમતા મુજબ યોગાસન નો સમય વધારવો.
Disclaimer : સગર્ભા સ્ત્રીઓ, હાઈ બ્લડ પ્રેશર અથવા કમર-પીઠનો ગંભીર દુખાવો ધરાવતા લોકોએ નિષ્ણાતની સલાહ લીધા પછી જ યોગાસન કરવું જોઈએ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો