આપણે બધા લાંબુ, નિરોગી અને ખુશાલ જીવન જીવવાની ઇચ્છા રાખીએ છીએ, પણ આજની આ દોડધામ ભરી જિંદગીમાં, કામના દબાણ નીચે અને વધારે પડતા દવા અને ખાતર વાળા ખોરાકના લીધે તો આપણે લાંબુ જીવન જીવી શકીશું ? તો આજે જાણીએ દુનિયાના 'blue zones' માંથી ૧૦૦ વર્ષ સુધી નીરોગી જીવન કેવી રીતે જીવવું . એ 'હેલ્થ મંત્ર ડેલી,' દ્વારા.
શું તમે જાણો છો!આજે પણ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે,જ્યાં લોકો કોઈપણ બીમારી વગર ૧૦૦ વર્ષથી પણ વધારે નિરોગી જીવન જીવે છે. વિજ્ઞાનીઓ અને રિસર્ચર્સ આ વિસ્તારોને 'Blue Zones' તરીકે ઓળખાવે છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે ૫ જગ્યાઓ સામેલ છે.
૧. ગ્રીસનું ઇકારિયા
૨. જાપાનનું ઓકીનાવા
૩. અમેરિકાનું લોમા લીન્ડા
૪. ઇટાલીનું સાર્દિનિયા
૫. કોસ્ટા રિકાનું નિકોયા
અહીંના લોકો આજે પણ મોટી ઉંમરે ખેતરોમાં કામ કરે છે, ચશ્મા પહેર્યા વગર વાંચી શકે છે અને આ લોકોને યાદશક્તિ પણ ખૂબ જ વધારે હોય છે. ચાલો આપણે પણ 'બ્લુ ઝોન્સ' ના લોકો પાસેથી જાણીએ નિરોગી જીવન જીવવાના રહસ્યો અને આપણે પણ સુખી અને લાંબુ જીવન જીવીએ.
૧. સવારે એક ચોક્કસ કારણ સાથે જાગવું.
• બ્લુ ઝોન્સનાં લોકો પાસે સવારે વહેલા ઊઠવાનો એક મજબૂત કારણ હોય છે, કે કે આજે મેં કામ હાથમાં લીધું છે તો તેની નિર્ધારિત સમયે પૂરું કરવાનું જ છે. આને જાપાનીઝ ભાષામાં 'Ikigai' એટલે કે 'જીવન જીવવાનો હેતુ' કહે છે.
• અહીંના લોકો ઉંમર વધ્યા પછી પણ પૌત્ર-પૌત્રીઓને રમાડવામાં, નવી પેઢીને કોઈ પરંપરાગત કલા શીખવવામાં કે સામાજિક કામોમાં વ્યસ્ત રહે છે. આનાથી તેઓ ક્યારેય માનસિક રીતે નબળા પડવા નથી. અને ભુલવાની બીમારી થી પણ બચે છે. અહીંના લોકો માટે નિવૃત્તિ (Retirement) જેવો કોઈ શબ્દો.જ નથી.
૨. સંયુક્ત પરિવાર અને સોશિયલ બોંન્ડીંગ.
• અહીંના લોકો હંમેશા પરિવારને પહેલું સ્થાન આપે છે. બ્લુ ઝોન્સનાં લોકો સંયુક્ત પરિવારમાં જ રહે છે. અથવા તો નજીકમાં રહે છે.એ લોકોનું કહેવું છે કે,એકલતા એ માણસને અંદરથી કોરી ખાય છે. તેથી સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે.
• ઉપરાંત તેઓ હંમેશા સાંજના સમૂયે સગાં-સંબંધીઓ અને પડોશી સાથે બેસી વાતો કરે છે અને સુખ દુખ વહેંચે છે. આ મજબૂત સોશિયલ બોર્ડિંગ તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ એકદમ ઓછું કરે છે, જેનાથી હાર્ટ એટેક જેવી બીમારીનો ભય રહેતો નથી.
૩. પ્રમાણસર નો અને પોષક તત્વયુક્ત ખોરાક.
• જાપાનના ઓકીનાવાનાં લોકો હંમેશા પ્રમાણસર ખોરાક લે છે. તેઓ હજાર વર્ષ જૂની એક લાઈન જમતા પહેલા હંમેશા બોલે છે, ‘હરા હાચી બુ’. આનો અર્થ એમ થાય છે કે જ્યારે તમારું પેટ ૮૦% ભરાઈ જાય, ત્યારે જ જમવાનું બંધ કરી દો. તે લોકોને જમવાનો પણ એક નિયમ છે સવારમાં રાજા જેવું જમવાનું બપોરે રાજકુમાર જેવું અને સાંજના ગરીબ જેવું જમવાનું. ગરીબ જેવું એટલે કે સાવ ઓછી માત્રામાં ખોરાક લેવો જેનાથી રાતના સમયે પાચનક્રિયા પર વધારે દબાણ ના આવે. પાચનક્રિયા સારી હોય તો અનેક બીમારીઓ દૂર રહે છે.
• આ લોકો હંમેશા પોષકતત્વયુક્ત ખોરાક લે છે. જેવા કે લીલા શાકભાજી ,આખા અનાજ,કઠોળ, ફળો અને સૂકો મેવો. તેઓ ડેરી પ્રોડક્ટ અને માસનો ઉપયોગ નહિવત માત્રામાં કરે છે. ગાયના દૂધના બદલે તેઓ ઘેટાં-બકરાના દૂધ થી બનેલા દહીં,ચીઝ અને પનીર નો વધુ ઉપયોગ કરે છે. સૂર્યાસ્ત પછી જમવાનું ટાળે છે. તેઓના ખોરાકમાં ખાંડ અને મેંદાનો ઉપયોગ કરતાં નથી.
૪. જીમ વગર ની ફિટનેસ
• તમને જાણીને આશ્ચર્ય થશે કે, બ્લૂઝોન્સમાં રહેતા વૃદ્ધો પોતાની ફિટનેસ માટે ક્યારે પણ જીમમાં નથી ગયા. એમની ફિટનેસ એમની દિનચર્યા સાથે સંકળાયેલી છે. ગ્રીસનું ઇકારિયા અને ઇટાલીનું સાર્દિનિયા પહાડી વિસ્તારમાં આવેલુ છે. તેથી અહીંના વડીલો જ્યારે પણ ઘરની બહાર જાય છે ત્યારે ઢાળ વાળા અને પથરાળ રસ્તાઓ પર ચઢવું-ઊતરવું પડે છે. તેથી તેમના પગના સ્નાયુઓ અને ઘૂંટણ જિમ ગયા વગર પણ ૯૫-૧૦૦ વર્ષની ઉંમરે ખૂબ જ મજબૂત હોય છે.
•જાપાનના ઓકિનાવાના લોકો ઘરમાં સોફા કે ખુરશી પર બેસવાને બદલે જમીન પર બેસે છે. તેઓ જમીન પર બેસીને જ જમે છે અને વાતો કરે છે. વિજ્ઞાન કહે છે કે દિવસમાં ૩૦ થી ૪૦ વખત જમીન પર ઊભા થવું અને બેસવું એ એક બેસ્ટ લેગ કસરત છે. આ આદતના કારણે ત્યાંના વડીલોને કોઈ દિવસ કમર કે ઘૂંટણનો દુખાવો નથી થતો અને તેમનું બોડી બેલેન્સ સંતુલિત રહે છે. ત્યાંના લોકો રોજ છોડવાઓને પાણી પાવું, નીંદણ કાઢવું, માટી ખોદવી અને વજન ઊંચકવા જેવું કામ કરવાથી તેમના શરીરના દરેક સાંધા ફ્લેક્સિબલ રહે છે.
Disclaimer : આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ , નિદાન કે સારવારનો વિકલ્પ નથી. તમારા આહાર, કસરત કે જીવનશૈલીમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલાં હંમેશા તમારા ડૉક્ટર અથવા લાયસન્સ ધરાવતા હેલ્થ એક્સપર્ટની સલાહ અચૂક લો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો