રસોડામાં છુપાયેલો છે, અનેક બીમારીઓ ઈલાજ! જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત.

 આજના ડિજિટલ યુગમાં આપણે નાની નાની બીમારીઓ માટે વારંવાર એલોપથી દવાઓ તરફ દોડી જઈએ છીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ, કે આપણા રસોડામાં છુપાયેલો છે અનેક બીમારીઓનો ઈલાજ. આપણા રસોડાની જ એક વસ્તુ છે જે અનેક બીમારીને દૂર બગાડે છે, એ છે મેથી દાણા. તો આજે આપણે 'હેલ્થ મંત્રી ડેઈલી'માં જાણીશું મેથીદાણા ના ઉપયોગ થી થતા ફાયદાઓ અને ઉપયોગ કરવાની સાચી રીત.

મેથી દાણા ના અદભુત ફાયદા

૧. પોષકતત્વોથી ભરપૂર મેથીદાણા 

• નાના એવા મેથી દાણામાં શરીરને જરૂરી એવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. મેથીદાણામાં ફાયબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે.

• આ સિવાય પણ મેથી દાણા માંથી કેલ્શિયમ, વિટામિન c, વિટામિન A અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સારી માત્રામાં મળી રહે છે. જો તમે ફણગાવેલા મેથીદાણાનો ઉપયોગ કરો તો તેના ફાયદાઓ ઘણા વધી જાય છે. 👉અહીંથી ખરીદો બેસ્ટ સ્પ્રાઉટ મેકર (Amazon પર ઉપલબ્ધ છે.

૨. મેથીદાણા ખાવાથી વજન ઘટાડવામાં ફાયદાઓ :

૧. પલાળેલી મેથીનું પાણી અને તેના ઉપયોગની સાચી રીત : 

 • રાત્રે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી મેથીદાણા નાખી સવાર સુધી પલાળી રાખો. સવારે એ પાણીને નવસેકો ગરમ કરો. પછી એ પાણી ગાળી અને પીવો. હવે જ મેથીદાણા છે, તેને ચાવીને ખાઈ જવા. જેનાથી તેમાં રહેલો ફાઇબર આપણને મળે અને વજન ઝડપથી ઘટે. 

૨. શેકેલી મેથી નો પાવડર અને તેને વાપરવાની સાચી રીત : 

• એક કડાઈમાં મેથીદાણાને ધીમા તાપે શેકી લેવા. ઠંડા થાય એટલે તેનો પાવડર બનાવી ડબ્બામાં ભરી લો. રોજ સવારે નાની ચમચી જેટલો પાવડર નવસેકા ગરમ પાણી સાથે પીવો. સારુ પરિણામ આવતા એક થી બે મહિના જેટલો સમય લાગી શકે છે. 

૩. કબજિયાત દૂર કરી,પાચન ક્રિયા મજબૂત બનાવે : 

• મેથીદાણા માં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે ફાઈબર આંતરડામાં જઈને પાણીને શોષી લે છે, જેનાથી મળ નરમ બને છે અને શરીર પેટ સરળતાથી સાફ થઈ જાય છે. અને  કાયમ માટે કબજિયાત થી છુટકારો મળે છે.

• આખી રાત પલાળી રાખેલા મેથીદાણા સવારે ખાવાથી પેટના અંદરના ભાગમાં થતા સોજા, એસિડિટી અને ગેસની સમસ્યામાં ઘણી રાહત આપે છે. અને તે આંતરડાના સંકોચનની પ્રક્રીયા ને પણ ઝડપી બનાવે છે, જેથી લાંબા સમયથી જામી ગયેલો કચરો પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને પાચનશક્તિ મજબૂત બને છે.

૪. ડાયાબિટીસ માટે અમૃત સમાન : 

• મેથીદાણામાં 'એમિનો એસિડ' સારા એવા હોય છે. આ એસિડ સ્વાદુપિંડ  ને ઉત્તેજિત કરે છે, જેના કારણે શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘણું વધે છે. અને બ્લડ સુગર માં ફાયદો થાય છે.

• મેથીમાં ખૂબ સારા પ્રમાણમાં  ફાઈબર હોય છે. આ ફાઈબર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી કાર્બોહાઇડ્રેટ અને શુગરના શોષણની પ્રક્રિયાને ઘણી ધીમી પાડે છે, જેનાથી જમ્યા પછી બ્લડ સુગર એકદમ વધી જતું નથી. 

૫. સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ : 

• આયુર્વેદ પ્રમાણે સાંધા અને ઘૂંટણમાં દુખાવો થવાનું મુખ્ય કારણ શરીરમાં 'વાત' એટલે કે વાયુનું પ્રમાણ વધી જવું છે. મેથીદાણાની તાસીર ગરમ હોય છે, જે શરીરમાંથી વાયુને શાંત કરે છે અને દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત આપે છે.

• મેથી દાણા માં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ સાંધાના ઘસારાને રોકે છે. મેથીદાણામાં રહેલા પોષક તત્વો  સાંધામાં આવેલી અંદરની લાલાશ, સોજો અને જકડન ને કુદરતી રીતે ઓછા કરે છે. અને  દુખાવામાં પેઇન કિલર ની જેમ કામ કરે છે.

• મેથી દાણા ખાતે વખતે રાખવામાં આવતી સાવચેતી : 

 મેથી દાણાનું રોજની ૧ નાની ચમચી જેટલું સેવન કરવું પૂરતું છે.મેથીની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં તેનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો શરીરમાં વધુ ગરમી રહેતી હોય કે નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી.સગર્ભા મહિલાઓએ મેથીદાણાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે ગર્ભાશયના સંકોચનનું કારણ બની શકે છે.

Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. આ માહિતીને પ્રોફેશનલ તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવી. કોઈપણ આયુર્વેદિક પ્રયોગ કે ઉપાય શરૂ કરતા પહેલા હંમેશા તમારા ફેમિલી ડૉક્ટર અથવા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ જરૂર થી લેવી.

ટિપ્પણીઓ